Navsariના સરપોર ગામે દીપડો લોકોના ઘર સુઘી પહોંચતા દહેશત વ્યાપી

HomeNavsariNavsariના સરપોર ગામે દીપડો લોકોના ઘર સુઘી પહોંચતા દહેશત વ્યાપી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • 4 દિવસથી આહીર ફળિયામાં દીપડાના ધામા
  • ફળિયામાં આંટાફેરા મારતો દીપડો CCTVમાં કેદ
  • દીપડાના આંટાફેરાને લઇ ગ્રામજનોમાં ભય

નવસારીના સરપોર ગામે દીપડાના આંટાફેરા વધ્યા છે. જેમાં 4 દિવસથી આહીર ફળિયામાં દીપડાના ધામા જોવા મળ્યા છે. તેમાં ફળિયામાં આંટાફેરા મારતો દીપડો CCTVમાં કેદ થયો છે. દીપડાના આંટાફેરાને લઇ ગ્રામજનોમાં ભય ફેલાયો છે. છેલ્લા ચાર દિવસથી દીપડાના આહીર ફળિયામાં ધામા છે. આહીર ફળિયામાં દીપડો બિન્દાસ્ત ફરતો જોવા મળ્યો છે.

ઘર સુધી દીપડો પહોંચી જતા ગામમાં દહેશત વ્યાપી

આહીર ફળિયામાં લોકોના ઘર સુધી દીપડો પહોંચી જતા ગામમાં દહેશત વ્યાપી ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં દીપડાઓની સંખ્યામાં ચિંતાજનક સ્તરે વધારો થયો છે. શિકારની શોધમાં આ વન્ય જીવ રહેણાંક વિસ્તારમાં ધસી આવે છે. અગાઉ નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો ઘુસી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. નવસારી પૂર્વી પટ્ટીના ગામડાઓમાં દીપડાએ દેખા દીધા હતા. મોલધરા-ઓણચી રોડ પર દીપડો દેખાયો હતો. આસપાસના ગામડઓમાં રાત્રિના સમયે દીપડાએ લટાર લગાવી હતી. રસ્તેથી પસાર થતા રાહદારીએ દીપડાનો વીડિયો બનાવ્યો હતો.

સ્થાનિકો દીપડાના આટાફેરાથી ભયભીત થયા

સ્થાનિકો દીપડાના આટાફેરાથી ભયભીત થયા છે. સ્થાનિકોએ દીપડો રહેણાંક વિસ્તારમાં નજરે પડતા પાંજરા મુકવાની રજુઆત કરી છે. સ્થાનિકો અનુસાર આ દીપડાને ઝડપી પડી વન્યજીવ અને માનવીઓ બંને માટે સલામત સ્થળે મુક્ત કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon