નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે. દેવી દુર્ગાના ભક્તો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. ઉપવાસ દરમિયાન ઘણી એવી વસ્તુઓ છે જે ખાઇ શકાતી નથી. આથી ઘણીવાર ભૂખ્યા રહેવાથી કે ભાવતુ ન ખાવાને કારણે આમ અશક્તિનો અનુભવ થાય છે. થાક અથવા નબળાઈ લાગે છે. જો કે ઉપવાસને કારણે મર્યાદિત ખોરાક લેવાથી તમારા શરીરને પ્રોટીન મળતું નથી, તેથી તમે થાક અનુભવાય છે.
ઉપવાસના દિવસોમાં સ્વસ્થ રહેવા માટે પ્રોટીનની સખત જરૂર છે. આ માટે પ્રોટીન આહાર લેવો ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રોટીન એ એક પોષક તત્વ છે જે શરીરની વૃદ્ધિ અને ઉર્જા માટે જરૂરી છે. વાસ્તવમાં પ્રોટીન સ્નાયુઓ, હાડકાં, ત્વચા, વાળ અને શરીરના દરેક અંગ માટે જરૂરી છે.
પ્રોટીનનું કાર્ય ચયાપચય વધારવાનું, વજન ઘટાડવાનું અને બ્લડ સુગરને નિયંત્રિત કરવાનું છે. જો તમે થાક, સુસ્તી અથવા નબળાઈ અનુભવો છો તમારે પ્રોટિન આપતી રેસિપી ડાયટમાં નવરાત્રિ સમયે ચોક્કસ સામેલ કરવી જોઇએ. તે માટે આજ તમને એક ચટપટી રેસિપી જણાવીશું. કે ખાવામાં એટલી ટેસ્ટી લાગશે કે ઉપવાસમાં ચાટ ડીશ મિસ નહી કરો.
સામગ્રી-
- સામો – 1 કપ
- શિંઘોડાનો લોટ – 1/3 કપ
- લીલું મરચું – 1 ચમચી
- જીરું – 1 ચમચી
- દહીં – એક કપ
- ખજૂરનો પાવડર – 1 ચમચી
- ગોળ અને ખજૂરની ચટણી – 1 ચમચી
- મીઠું અને પાણી
રેસીપી બનાવવાની રીત
- ચોખાને ગ્રાઇન્ડરમાં અધકચરા પીસી લો. પછી તેમા શિંઘોડાનો લોટ ઉમેરો. હવે તેમાં લીલું મરચું, જીરું, મીઠું અને દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરો. અડધો કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બાઉલને ઢાંકીને 15 મિનિટ માટે બાજુ પર રાખો. થોડું વધારે પાણી ઉમેરીને ઈડલી જેવું ઘટ્ટ ખીરુ બનાવો. હવે ઇડલીના મોલ્ડમાં આ ખીરાને મૂકીને સ્ટિમ કરી લો. 5 થી 7 મિનિટ ચઢવા દો. પછી ઠંડુ થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો.
- હવે આ ફરાળી ઇડલી પર તમે ખજૂર આંબલી અને કોથમિરની ચટણી ભેળવીને સર્વ કરો.