04
ગોધરામાં આવેલા અંદાજીત 150 ઉપરાંત દાંડિયા બનાવવાના કારખાનામાં 900થી વધુ મુસ્લિમ યુવાનો રોજગારી મેળવી રહ્યા છે. જેમાં કલરકામમાં મહિલાઓ પણ જોતરાઈને રોજગારી મેળવે છે. મુસ્લિમ સમાજના યુવા કારીગરો નવરાત્રીના 6 મહિના પૂર્વેથી જ દાંડિયા બનાવવાના કામે લાગી જાય છે. ગોધરામાં બનેલા દાંડિયાની ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને વિદેશમાં પણ અહીંથી જ દાંડિયાની નિકાસ કરવામાં આવે છે.