Last Updated:
નેશનલ હેલ્થ મિશનમાં રાજ્યભરના અંદાજે 27હજાર વધુ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. નેશનલ હેલ્થ મિશન કર્મચારી રાજ્યભરની વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ટેકનિકલ કેડર અને નોન ટેકનિકલ કેડરમાં ફરજ બજાવી રહ્યા છે. જેમાંથી અંદાજે આજે 20 હજાર જેટલા કર્મચારી ઓ માસ CL પર ઉતર્યા છે.
ગાંધીનગર: નેશનલ હેલ્થ મિશનમાં રાજ્યભરના અંદાજે 27 હજારથી વધુ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. નેશનલ હેલ્થ મિશન કર્મચારી રાજ્યભરની વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ટેકનિકલ કેડર અને નોન ટેકનિકલ કેડરમાં ફરજ બજાવી રહ્યા છે. જેમાંથી અંદાજે આજે 20 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. એક દિવસની માસ સીએલ પર ઉતરેલા કર્મચારી આજે ગાંધીનગર ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે કર્મચારી એકઠા થયા હતા. રાજ્યભરના મોટી સંખ્યમાં નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા અને વિરોધ કર્યો હતો.
ગાંધીનગર એકઠા થયેલા સેંકડો કર્મચારીઓ હાથમાં મુખ્ય માંગણી અંગે પ્લે કાર્ડ તેમજ બેનરો સાથે અમારી માંગો પૂરી કરો સહિતના માંગણી અંગે સૂત્રોચાર કર્યા હતા. આજે માસ CL પર ઉતરેલા રાજ્યભરના નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ મુખ્ય 10થી વધુ માગણી છે. જેમ કે નેશનલ હેલ્થ મિશનના કર્મીઓ હાલ ફિક્સ પે મુજબ 20 હજારનો પગાર મળે છે. જે દર વર્ષે પાંચ ટકાનો વધારો થાય છે. જે મુજબ તેમના દર વર્ષે મળતા ઇન્ક્રિમેન્ટ વધારો અંગેની માંગણી કરી રહ્યા છે.
આ ઉપરાંત પગાર વિસંગત્તા પણ મુખ્ય મુદ્દો છે જે દૂર કરવાના પણ કર્મચારી મુખ્ય માગણી છે. તેમજ કર્મચારી ફરજ દરમ્યાન નોકરીના મૃત્યુ સહાય મળતી રકમમાં વધારો કરવાની પણ માગણી કરવામાં આવી રહી છે. તેમજ જિલ્લા ફેર બદલી મુદ્દા અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત સમાન કામ સમાન વેતન તો હાલ ફરજમાં નોકરીના મળતા હક તેમજ ભથથા અને ફરજમાં સીનીયોરીટી લાભ સહિતના મુદ્દાઓ માગણી સાથે રાજ્ય ફરજના નેશનલ હેલ્થ મિશન કર્મચારીઓ આજે માસ CL પર ઉતરીને પડતર માગણી અંગે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે માસ આજે રાજ્યભરના 20 હજારથી વધુ કર્મચારી માસ CL પર હોવાનું નેશનલ હેલ્થ મિશન કર્મચારી મહામંડળના પ્રમુખ વિનોદ પંડ્યા એ જણાવ્યું હતું. તેમણે આજે માસ CL પર ઉતરેલા કર્મીઓ જો માગણી અંત નહી આવે તો આવનાર દિવસોમાં 24 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ જવાનું ફરમાન છે. હવે જોવાનું એ રહ્યું કે માંગણી સતોષય છેકે કેમ ?
Gandhinagar,Gujarat
March 19, 2025 2:54 PM IST