03
જળ સંપત્તિ વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સરદાર સરોવર ડેમમાં 60 ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,04,901 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 61.33 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,25,972 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 58.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.