01
અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસના પાણીની ભરપૂર આવક થઇ રહી છે. જેના કારણે સિઝનમાં પ્રથમ વખત રવિવારે નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમવાર 134.59 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 2,95972 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમ 87 ટકા ભરાય ગયો છે. જોકે, ડેમના દરવાજા ખોલતાની સાથે ત્રણ જિલ્લાના 60 જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.