- ચોમાસા પહેલાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કવાયત કરાઇ
- તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત સમગ્ર જિલ્લામાં સાફ્-સફાઈના વિવિધ કામ કરવામાં આવી રહ્યા છે
- બ્રાંચથી ટુંડેલ પીજ કાંસની સફાઈ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું
આગામી ચોમાસાની સિઝનમાં કોઈ પણ પ્રકારના જાનમાલના સંભવિત નુકશાનને ટાળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત સમગ્ર જિલ્લામાં સાફ્-સફાઈના વિવિધ કામ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નડિયાદ શહેરમાં સિંચાઇ વિભાગ દ્વારા વિવિધ કાંસની સફાઈ કરવામાં આવી છે.
જેમાં નડિઆદ સિટીના પવનચક્કીથી ચાલુ થઇને કલેક્ટર કચેરીના પાછળથી પસાર થતો ડભાણ નેશનલ હાઇવે નં.08 ક્રોસ કરીને ઝારોલ જતો કાંસ, નડિઆદ સીટીના માહિતી ભવનથી નીકળીને રેલ્વે ક્રોસ કરીને જી.આઇ.ડી.સી બાજુમાં પસાર થઇને કમળા ચોકડી તરફ્નો શેઢી આઉટફેલ કાંસ અને નડિઆદ સિટીના પીજ ચોકડી નજીક ફેકટરીની બાજુમાંથી પસાર થઇ પીજ તરફ્ જતા માતર બ્રાંચથી ટુંડેલ પીજ કાંસની સફાઈ કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું
Source link