વડતાલમાં ઉજવાઇ રહેલા દ્વિ શતાબ્દી મહોત્સવના સમાપનની પૂર્વ સંધ્યાએ ગુરૂવારે ગુજરાત રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડતાલ મંદિર અને મહોત્સવના દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.
મહોત્સવના સભામંડપમાં ઉપસ્થિત રહીને ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે,આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી બનવાનો મોકો મળ્યો તે માટે મારુ સદભાગ્ય છે. જીવનનો ધર્મ સંસ્થા જીવન જીવવાના વિચારોનું સિંચન કરે છે અને અહીં કોઇપણ દુષણનો ભોગ ન બને તે પ્રકારની શિક્ષા આપવામાં આવે છે.
વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવના આઠમા દિવસે ગુરૂવારે સાંજે રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ મહોત્સવના સભામંડપમાં પહોંચ્યા હતા. જયાં તેઓએ વકતા નિત્યસ્વરૂપદાસજી સ્વામી સહિત વડીલ સંતોને વંદન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ગૃહમંત્રી સંઘવીએ પોતાની આગવી શૈલીમાં હરિભકતોને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે મારૂ સૌભાગ્ય છે. કે લાખો લોકોના જીવન પરિવર્તન કરવાનું કામ વડતાલ સ્વામિનારાયણ મંદિર સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ મહોત્સવમાં લાખો લોકો આવીને પૂજા , અર્ચના કરીનને દર્શનલાભ લઇને ધન્યતા અનુભવી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને યુવા કાર્યકરો વ્યસન મુકિતનું કાર્ય કરે છે. તે વખાણવયા લાયક છે.
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સાળંગપુરના હનુમાનદાદાના આશીર્વાદ સાથે ગદા લઇને ડ્રગ્સના દુષણ સામે લડી રહ્યા છે. આ ગદા થકી રાજયમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજય સરકાર લડી રહી છે. ખેડા પોલીસ માટે સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ ધામ વડતાલ આસ્થાનું કેન્દ્ર છે. લોકોની શાંતિ માટે રાજય સરકાર ખેડપગે મંદિર સાથે ઉભી રહી છે ત્યારે ખેડા પોલીસ બારેય માસ આ રીતે કામ કરશે આપણી સંસ્કૃતિને આપણે નહીં પણ બીજા દેશના લોકો આવીને જોવે છે અને તેને બરોબર વખાણ કરે છે.વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઘૂંટણના અનેક ઓપરેશન કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.આ ઉપરાંત વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમાજ અને લોકહિતના અનેક કામો કરે છે. ત્યારે રાજય સરકાર હંમેશા આ સંસ્થાની પડખે છે. આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇ, અમૂલ ડેરી ચેરમેન વિપુલ પટેલ , જિલ્લા ભાજપ મહામંત્રી અપૂર્વ પટેલ સહિત મહાનુભવો , જિલ્લા પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.સાંજે દિવ્ય શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો.