નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ જેટકો સામે સવાલ ઉઠાવ્યા છે. નડિયાદમાં જેટકોની નબળી કામગીરીને લઈ સવાલો ઉઠાવ્યા છે. નડિયાદમાં બે મહિના અગાઉ જેટકો દ્વારા 66 KVની અંડર ગ્રાઉન્ડ મહેશ્વરી લાઈન નાખવામાં આવી હતી. જે જગ્યા પર વીજ લાઈન નાખવામાં આવી છે ત્યાં જોખમી ખાડા પડ્યા છે. ચોમાસાની ઋતુમાં ખાડાઓમાં અકસ્માત સર્જાવાનો ભય હોવાથી ધારાસભ્ય પંકજ દેસાઈએ જેટકોની નબળી કામગીરી અંગે પત્ર લખી તાત્કાલિક ખાડાઓની મરામત કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ અકસ્માત સર્જાશે તો જવાબદારી જેટકોની રહેશે તેવા પત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે.