Nadiad: કેમિકલ ભરેલ ટેન્કર 30 ફૂટ ખાડામાં ખાબક્યું, હાઈવે પર ધુમાડો છવાયો

0
13

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. નડિયાદ પાસે કેમિકલ ભરેલ ટેન્કર 30 ફૂટ નીચે ખાબકતા કેમિકલ લીક થતા હાઇવે પર ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ નડિયાદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 

મળતી માહિતી મુજબ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. નડિયાદ નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું હોવાની માહિતી મળી રહી છે. કેમિકલ ભરેલ ટેન્કર 30 ફૂટ ખાડામાં ખાબકતા કેમિકલ ઢોળાવા લાગ્યું હતું. ટેન્કરમાં ભરેલું કેમિકલ લીક થતા હાઈવે પર ધુમાડો ફેલાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે નડિયાદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 

વીડિયોમાં જોઇ શકાય છે કે, કેમિકલ ભરેલા ટેન્કરમાં કેમિકલ લીક થતા સફેદ કલરના ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઇ રહ્યા છે. હાઇવે પર ટેન્કર પલટી જતા આવતા-જતા વાહન ચાલકોના ટોળા એકત્ર થયા હતા. સમગ્ર ઘટનાને પગલે નડિયાદ ફાયર વિભાગ અને નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમને જાણ કરાતા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. કેમિકલ ભરેલ ટેન્કરમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here