જીલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં ડભાણ રોડ પર જીલ્લા સેવા સદન અને જીલ્લા પંચાયતની કચેરી આવેલી છે.છેલ્લા કેટલાક સમયથી વગર વરસાદ આ વિસતારમાં ગંદા પાણી રસ્તા પર રેલાતા જોવા મળી રહયા છે.
જેને પગલે સ્વચ્છતા અંગે સુચનો કરતા તંત્રના જવાબદારોએ પોતાની કચેરી પાસે પાસે અસ્વચ્છતા હોઈ તે અંગે જરૂરી કાર્યવાહી કરાશે કે કેમ તે આવનાર દિવસોમાં જાણી શકાશે.
આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ જીલ્લા કલેકટર કચેરી અને જીલ્લા પંચાયત ભવન પાસે છેલ્લા કેટલાક દિવસોથી દિવસભર ગટરના ગંદા પાણી રેલાતા હોવાનુ વાહન ચાલકો,નાગરીકોએ જણાવ્યુ હતૃ. ગંદા પાણી હોવાનુ નાગરીકોએ જણાવેલ હતુ.વઘુમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસ્યો નથી તેમ છતાં જીલ્લા કક્ષાની કચેરીઓ આવેલ હોઈ તે વિસ્તારમાં દિવસભર રસતા પર પાણી રેલાતા જોવા મળી રહયા હોવાનો આક્ષેપ કરાયો હતો.સ્વચ્છતાની વાતો કરીને સુચનો કરતા તંત્રના જવાબદારોએ તેમની કચેરી વિસતારમાં રેલાતા પાણીને લઈને થતી અસ્વચ્છતા અંગે યોગ્ય કરવા માટે ધ્યાન આપવુ જોઈએ તેવી સથાનીકો સહીત વાહન ચાલકોની લાગણી સાથે માંગણી છે.