Mumbai Samachar 3 January 2025 Live News: મુંબઇ આજના લાઇવ સમાચાર, મહિલાએ વૃદ્ધ માતાની છરી વડે હત્યા કરી

0
44

Mumbai Samachar 3 January 2025 Live News In Gujarati: મુંબઇમાં એક મહિલાએ વૃદ્ધ માતાની છરી મારી હત્યા કરી હોવાની ઘટના બની છે. મુંબઇના કુર્લા વિસ્તારમાં એક 41 વર્ષની મહિલાએ તેની વૃદ્ધ માતાની છરી મારીને હત્યા કરી છે. હત્યા કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરી કેસ દાખલ કર્યો છે. માહિતી મુજબ મુંબ્રા વિસ્તારની રહેવાસી સાબીરા બાનો (62) ગુરુવારે કુર્લાના કુરેશી નગરમાં રહેતી તેની પુત્રી રેશ્મા કાઝી (41)ના ઘરે ગઇ હતી.

રેશમ એવું માનતી હતી કે, તેની માતા તેની મોટી બહેનને વધારે પ્રેમ કરે છે અને મદદ કરે છે. આ મુદ્દે ગુરુવારે સાંજે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં રેશમા એ માતા પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં માતાને છરી વાગતા જીવ ગુમાવ્યો હતો. હત્યા કર્યા બાદ મહિલા પોતે સામે ચાલીને પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેણે માતાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. માતાની હત્યાના ગુનામાં પોલીસે કેસ નોંધી શુક્રવારે સવારે તેની ધરપકડ કરી છે.

સાંસદ બજરંગ સોનવર્ણે લગાવ્યા ગંભીર આરોપ

બીડના માસજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખ કેસ મામલે ધરપકડ કરાયેલા વાલ્મીક કરાડે બે દિવસ પહેલા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જો કે, બીડના સાંસદ બજરંગ સોનવણેએ આરોપ લગાવ્યો હતો કે તેણે જે કારમાં પોલીસને આત્મસમર્પણ કર્યું તે નાયબ મુખ્યમંત્રી અજિત પવારના કાફલાની હતી. એનસીપીના ધારાસભ્ય જીતેન્દ્ર આવાડે પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર પોસ્ટ કરીને કેટલાક સનસનાટીભર્યા દાવા પણ કર્યા છે.

Mumbai Live News updates: મરાઠી ન બોલતાં યુવકને માફી મગાવી

કલ્યાણમાં એક મરાઠી પરિવાર સાથે મારામારીનો મામલો તાજો છે ત્યારે મુંબ્રામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફળ વેચનાર યુવક હિન્દીમાં બોલતાં એને કાન પકડાવીને માફી માંગવા મજબૂર કરાયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ મામલો વધુ ચગ્યો હતો. આ મામલે પોલીસે 10 લોકો સામે ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

સાંસદ બજરંગ સોનવર્ણે લગાવ્યા ગંભીર આરોપ

બીડના માસજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખ કેસ મામલે ધરપકડ કરાયેલા વાલ્મીક કરાડે બે દિવસ પહેલા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જો કે, બીડના સાંસદ બજરંગ સોનવણેએ આરોપ લગાવ્યો હતો કે તેણે જે કારમાં પોલીસને આત્મસમર્પણ કર્યું તે નાયબ મુખ્યમંત્રી અજિત પવારના કાફલાની હતી. એનસીપીના ધારાસભ્ય જીતેન્દ્ર આવાડે પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર પોસ્ટ કરીને કેટલાક સનસનાટીભર્યા દાવા પણ કર્યા છે.

મહિલાએ વૃદ્ધ માતાને છરી મારી હત્યા કરી, પોલીસ દ્વારા ધરપકડ

મુંબઇમાં એક મહિલાએ વૃદ્ધ માતાની છરી મારી હત્યા કરી હોવાની ઘટના બની છે. મુંબઇના કુર્લા વિસ્તારમાં એક 41 વર્ષની મહિલાએ તેની વૃદ્ધ માતાની છરી મારીને હત્યા કરી છે. હત્યા કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરી કેસ દાખલ કર્યો છે. માહિતી મુજબ મુંબ્રા વિસ્તારની રહેવાસી સાબીરા બાનો (62) ગુરુવારે કુર્લાના કુરેશી નગરમાં રહેતી તેની પુત્રી રેશ્મા કાઝી (41)ના ઘરે ગઇ હતી.

રેશમ એવું માનતી હતી કે, તેની માતા તેની મોટી બહેનને વધારે પ્રેમ કરે છે અને મદદ કરે છે. આ મુદ્દે ગુરુવારે સાંજે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં રેશમા એ માતા પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં માતાને છરી વાગતા જીવ ગુમાવ્યો હતો. હત્યા કર્યા બાદ મહિલા પોતે સામે ચાલીને પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં તેણે માતાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. માતાની હત્યાના ગુનામાં પોલીસે કેસ નોંધી શુક્રવારે સવારે તેની ધરપકડ કરી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here