MS યુનિ.ના પ્રોફેસર મોહમંદ અઝહરની ધરપકડ કરાઈ છે,વડોદરાના સયાજીગંજ પોલીસ મથકમાં જાતીય સતામણીના મામલે વિધાર્થીનીએ નોંધાવી હતી ફરિયાદ,વિધાર્થીનીનો આક્ષેપ છે કે પ્રોફેસર કલાસરૂમમાં ગંદા ઈશારા કરતો હતો અને વિદ્યાર્થિનીના ઘર સુધી પીછો કરી વિદ્યાર્થિનીને બદનામ કરવાની ધમકી આપતો હતો સાથે સાથે મુસ્લિમ ધર્મ સ્વીકારવા બ્રેઇન વોશ કરતો હોવાની વાત પણ સામે આવી છે.તો વિધાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવા સુધી ભોળવી હતી.
તાત્કાલિક ઘોરણે પ્રોફેસરની ઓફિસ સીલ કરાઈ છે
વિદ્યાર્થીનીના સનસનીખેજ આરોપ અનુસાર, પ્રોફેસરે વિદ્યાર્થીનીને મુસ્લિમ ધર્મ આપનાવી લે, તને પાસ કરાવીને સારી નોકરી અપાવી દઇશ, તેવો મેસેજ કર્યો હતો. જો કે, વિદ્યાર્થીની આસિ. પ્રોફેસરના તાબે થઇ ન હતી, અને તેણીએ મક્કમતાપૂર્વક આ અંગેની ફરિયાદ યુનિ.ની મહિલા ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ કરી હતી. જે બાદ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ઘોરણે પ્રોફેસરની ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. આ સાથે પ્રોફેસરનો જવાબ લઇને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
જાણો શું હતો સમગ્ર કેસ
એમ.એસ.યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટી ડિપાર્ટમેન્ટ ઓફ હિન્દીના પ્રોફેસર મોહમદ અઝહર ઢેરીવાલા 4 ડિસેમ્બર 2024ના રોજ યુવતી પાસે જઈને તેને પોતાના રૂમમાં લઈ જવા માટે જણાવી હાથથી ઈશારા કર્યા કરતો હતો. યુવતીએ ઇન્કાર કરતાં પ્રોફેસરે તેનું કરિયર ખતમ કરી દેવાની ધમકી આપતો હતો. આટલું જ નહીં પ્રોફેસર યુવતીના ઘર સુધી પીછો કરીને પહોંચી ગયો હતો. આ સાથે જ પ્રોફેસર યુવતીને વારંવાર સોશિયલ મીડિયા પર મેસેજ કરી પરેશાન કર્યા કરતો હતો.આ મામલે યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મો. અઝહર ઢેરીવાલા સામે ધમકીઓ આપવી, પીછો કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.