રાજકોટના રેલનગર વિસ્તારમાં કર્ણાવતી સ્કૂલ પાસે શ્રીનાથજી પાર્ક શેરી નંબર 5માં રહેતા પુષ્પાબેન અશોકભાઈ નાંઢા (ઉં.વ.83) તેમના પુત્ર અરવિંદ અશોકભાઈ નાંઢા (ઉં. વ.63)ના બાઈક પાછળ બેસી એડીબી હોટલ પાછળ રહેતા તેમના નાના પુત્ર સંજયના ઘરે જમવા માટે જતા હતા. ત્
.
MPના શખસ સામે અપહરણ અને પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ રાજકોટ નજીક લાપાસરી ગામમાં રહેતાં મૂળ મધ્યપ્રદેશના વતની 35 વર્ષીય શ્રમિક યુવાને નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે એમપીના ઉમરો નામના શખ્સનું નામ આપતાં ભક્તિનગર પોલીસે અપહરણ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 15 વર્ષથી અહીં રહે છે અને છત ભરવાની મજૂરી કામ કરે છે. તેઓને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. જેમાં સૌથી મોટી દીકરી 16 વર્ષની છે. તેઓ પરીવારના સભ્યો સ્લેબ ભરવાનુ મજુરી કામ કરતા હોય અને તેમની દીકરી પણ સ્લેબ ભરવાનું મજુરી કામ કરે છે. ગઇ તા. 6ના સવારના 6 વાગ્યા આસપાસ લાપાસરી ગામથી તેઓની દીકરી અને તેના સગા માસી તેમજ બીજા ઘણા બધા લોકો કડીયા કામ માટે જવા રણુજા મંદિર પાસે ગયા હતા અને ત્યાંથી કડીયા કામનો કોન્ટ્રાકટ રાખતા કોન્ટ્રાકટર સ્લેબ ભરવાનું કામ કરવા બાપુનગર સ્મશાન પાસે લઇ ગયા હતા. બપોરના 12 વાગ્યાની આસપાસ તેમની દીકરી કામ કરતી-કરતી નીકળી ગઈ હતી અને તેની પાછળ પાછળ તેની માસી ગઇ તો બાપુનગરના કાટા પાસે એક રિક્ષા હતી, જેમાં દીકરીને આરોપી ઉમરો ભગાડીને લઇ ગયો હતો. આ ઉંમરો દીકરીને રિક્ષામાં ભગાડી લઇ જતો જોવા મળ્યો હતો. આરોપી ઉમરો મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને અગાઉ તે રણુજા મંદિર વેલનાથ સોસાયટી પાસે ઝુપડામાં રહેતો હતો. આ ઉમરો ગઇ તા. 18/3/2025ના લાપાસરી ગામેથી દીકરીને ભગાડીને લઇ ગયેલ હતો જે બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ હતી. જે બાદ ફરીથી આરોપી ફરીયાદીની પુત્રીને લલચાવી ફોસલાવી ભગાડી જતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓઇલ લીકેજના કારણે ભઠ્ઠી ફાટતા એકનું મોત શાપરમાં ગોલ્ડન ગેટ-2, વિરવા રોડ પર આવેલ પ્રિસીઝન એલોઇ કાસ્ટ નામના કારખાનામાં એલ્યુમિનિયમ કાસ્ટીંગનો સામાન બનાવી રહ્યા હતા, ત્યારે અચાનક ઓઇલ લીકેજના કારણે ભઠ્ઠી ફાટતા મોટો ભડકો થયો હતો. જેમાં કારખાનાના ભાગીદારો ભરતભાઇ ધીરુભાઈ કાકડિયા, તેમના નાના ભાઇ જયેશભાઇ ધીરૂભાઇ કાકડીયા અને બનેવી પિયુષભાઇ ગોરધનભાઇ પટેલ તેમજ એક શ્રમિક પ્રદ્યુમન રાજપૂત દાઝી ગયા હતા. જેમાં સારવાર દરમિયાન ભરતભાઇનું મોત નીપજ્યું હતું. જયારે શ્રમિક પ્રદ્યુમનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો તેમજ જયેશભાઇ અને પિયુષભાઇને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. બનાવના પગલે લોધીકા પોલીસ સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ભરતભાઈને સંતાનમાં 1 દીકરો છે. તેઓ 2 ભાઈ 1 બહેનમાં મોટા હતા. જયેશભાઇ તેમના નાના ભાઈ છે. જ્યારે દાઝી ગયેલ પિયુષભાઈ મોરબી રોડ પર અંબિકા પાર્કમાં રહે છે. સારવારમાં રહેલ પ્રદ્યુમન મૂળ ઉતર પ્રદેશનો વતની છે. અહીં કારખાનાની ઓરડીમાં રહેતો અને તેના એક વર્ષ પહેલાં લગ્ન થયા છે.
બહેનના મોતનો ખાર રાખી આરોપીનો યુવક પર જીવલેણ હુમલો ચંદ્રકાંતભાઈ દયારજીભાઈ રાઠોડ (ઉં.વ.62) અને તેના પુત્ર હિતેશ (ઉં.વ.29)ને લોહી લુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અંગે હિતેશએ જણાવ્યું કે, તેને માણેકવાડામાં રહેતી મિલનની બહેન હેતલ સાથે પ્રેમ સંબંધ હતો. બંને પરણીતા હતા પણ હિતેશના છૂટાછેડા થઈ ગયા હતા. દરમ્યાન હેતલે આશરે એકાદ મહિના પહેલા પોતાના માવતર માણેકવાડા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી મારી બહેનનું મોત તારા કારણે થયું એવો ખાર રાખી મિલન સહિતનાએ હુમલો કર્યો હતો. બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
[ad_1]
Source link