મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર ITની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5.30 વાગ્યે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટી માત્રામાં બેનામી વ્યહવાર હાથે લાગે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.
મોરબીમાં તીર્થક ગ્રુપ પર વહેલી સવારે ITના દરોડા
મળતી માહિતી મુજબ, મોરબી સહિત અમદાવાદમાં તીર્થક ગ્રુપ પર IT વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેવામાં મોરબીમાં તીર્થક ગ્રુપ પર IT વિભાગે લાલઆંખ કરી છે. એકસાથે 70 ટીમ દરોડાની કામગીરીમાં જોડાઈ છે. પોલીસ બંધોદસ્ત સાથે IT વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા છે. ઓફિસ, કારખાના તેમજ તીર્થક ગ્રુપના મોભી જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘર પર તપાસનો ધમમટા શરૂ કરવામાં આવ્યો છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા
મોરબીમાં આજે વહેલી સવારે IT ડિપાર્ટમેન્ટના અધિકારીઓના દરોડા પડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર IT વિભાગના દરોડા પાડ્યા હતા. મોરબીના પ્રખ્યાત તીર્થક ગ્રુપ પર વહેલી સવારે ૫:૩૦ વાગ્યે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આઇટી વિભાગ દ્વારા દરોડા હાથ ધરવામાં આવ્યા હતા. મોરબીના તીર્થક ગ્રુપની તમામ ઓફિસ , કારખાના તેમજ ગ્રુપના મુખ્ય સ્થાપક જીવરાજભાઈ ફુલતરિયાના રવાપર રોડ પર આવેલ ઘરમાં પણ આઈટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા છે, ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં તીર્થક અને સોહમ પેપરને ત્યાં ઈન્કમ ટેક્સના દરોડા
બીજી તરફ અમદાવાદમાં તીર્થક અને સોહમ પેપરને ત્યાં ઈન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વૈષ્ણૌદેવી સર્કલ પાસે આવેલા ધરતી સાકેત બિલ્ડર ત્યાં ITનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વહેલી સવારથી ITના અધિકારીઓની અલગ-અલગ ટીમો દરોડામાં જોડાઈ હતી. ત્યારે આ રેડમાં મોટી માત્રામાં બેનામી નાણાકીય વ્યવહાર સામે આવે તેવી શક્યતા જોવા મળી છે.