Morbi: મોરબીની આયુષ હોસ્પિટલમાં ખ્યાતિ જેવા કાંડની શંકા પડતાં કલેક્ટરે તપાસના આદેશ

HomeMorbiMorbi: મોરબીની આયુષ હોસ્પિટલમાં ખ્યાતિ જેવા કાંડની શંકા પડતાં કલેક્ટરે તપાસના આદેશ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

 અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા માટે તબીબોએ એક સાથે અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખવાની ચકચારી ઘટના બાદ રાજ્યની અનેક હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી ગઈ છે ત્યારે મોરબી સહિત અનેકે શહેરમાં બ્રાન્ચ ધરાવતી આયુષ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં 11,393 દર્દીઓને સારવાર આપી 34 કરોડથી વધુના ક્લેઇમ મંજુર કરવા મામલે કંઈક અજુગતું તો નથી બન્યુંને એવી આશંકાએ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપી જરૂર પડયે ગાંધીનગરથી ટીમોને તપાસ માટે બોલાવવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.

મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસે આવેલ આયુષ હોસ્પિટલમાં એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 7786 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વિવિધ સારવાર આપી હોસ્પિટલ દ્વારા રૂપિયા 25.19 કરોડ ની રકમનું ચુકવણું કરવામાં આવ્યું હતું. એ જ રીતે એપ્રિલ 2024થી નવેમ્બર 2024 દરમિયાન આયુષ હોસ્પિટલ દ્વારા 3607 ક્લેઇમ કરી રૂપિયા 13.68 કરોડ ની રકમ મળી 20 જ મહિનાના સમયગાળામાં કુલ રૂપિયા 34. 86 કરોડની રકમ મેળવી લેતા સમગ્ર મામલો શંકાના દાયરામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ્ મોરબી જિલ્લા કલેકટર કે.બી,ઝવેરીએ જણાવ્યું હતું કે, ગરીબ માણસ ગંભીર બીમારીની સ્થિતિમાં દેવામાં ન આવી જાય તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી ગરીબ દર્દીઓને 5 લાખ સુધીની સારવાર મળે તે માટે વ્યવસ્થા ગોઠવી છે ત્યારે ગરીબના નામે કૌભાંડ કરવામાં આવે કે ગરીબ દર્દીઓની જાણ બહાર આવી કોઈ કામગીરી કરવામાં આવી હશે તો કોઈને પણ નહીં છોડવામાં આવે તેમ જણાવી મોરબીની આયુષ હોસ્પિટલ મામલે તપાસ શરૂ કરાવી હોવાનું અને જરૂર પડયે ગાંધીનગરથી ટીમો બોલાવી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પીએમજેવાયમાં દેશમાં પહેલું ઓપરેશન આયુષ હોસ્પિટલે કર્યું છે

પીએમજેએવાય અંતર્ગત 20 મહિનામાં 10994 ક્લેઇમ કરનાર આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. ચેતન અઘારાએ જણાવ્યું હતું કે, તેઓની હોસ્પિટલમાં વિવિધ 26 ફુલટાઇમ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો છે,અહીં કાર્ડિયો, ન્યુરો, જનરલ સર્જરી, પ્રસુતિ ઉપરાંત પ્લાસ્ટિક સર્જરી જેવી સુવિધા પીએમજેએવાય હેઠળ કરવામાં આવે છે સાથે જ દર મહિને 600 જેટલા ડાયાલિસીસ કરવામાં આવે છે જેથી ક્લેઇમનો આંકડો મોટો દેખાય છે.

કલેઈમની મોટી સંખ્યા અંગે તપાસ કરીશું : જિલ્લા આરોગ્ય અધિકારી

આયુષ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં પીએમજેએવાય અંતર્ગત સારવાર અંગે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે શ્રીવાત્સવે જણાવ્યું હતું કે, સારી હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર મળતી હોય તો વધુ દર્દીઓ ત્યાં સારવાર માટે જાય તે સ્વાભાવિક વાત છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon