Morbi: મહાનગરપાલિકાનું 783 કરોડનું બજેટ તૈયાર, કરાશે અનેક વિકાસકાર્યો

0
8

મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ પ્રથમ વખત મોરબી શહેર અને નવા ભળેલા 12 ગામના આંતર માળખાકીય વિકાસ કામના આયોજન માટેનું બજેટ બન્યું છે. મોરબી મનપાએ રજુ કરેલા પ્રથમ બજેટને વહીવટદાર અને જિલ્લા કલેકટર કિરણ ઝવેરીની હાજરીમાં કમિશ્નર સ્વપ્નીલ ખરે દ્વારા રજુ કરવામાં આવ્યું છે.

શહેરીજનોની ચિંતા બજેટમાં દૂર કરવામાં આવી

મનપા બન્યા બાદ વેરો વધારો ઝીંકવામાં આવશે તેવી ચિંતા શહેરીજનોને સતાવી રહી હતી, જોકે આ વર્ષના બજેટમાં વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મોરબી મહાનગર પાલિકાનું રૂપિયા 783.02 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે, જે નગર પાલિકાના બજેટ કરતા લગભગ રૂપિયા 600 કરોડ વધુ છે, ગત વર્ષે નગર પાલિકા દ્વારા રજુ કરેલું બજેટ માત્ર રૂપિયા 186 કરોડનું હતું.

વેરા અને ભાડા પટ્ટાની પણ થશે આવક

મનપાના ખર્ચની વાત કરીએ તો મૂડી ખર્ચ એટલે કે જે શહેરની મિલકતના વિકાસ અને નવી મિલકત ઉભી કરવા 690.35 કરોડનો, જ્યારે વહીવટી કામગીરી એટલે કે મૂડી ખર્ચ માટે 73.17 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ લગાવવમાં આવ્યો છે. જ્યારે આ ખર્ચ માટે આવકના મુખ્ય સ્ત્રોત તરીકે 711 કરોડ રૂપિયા જેટલી આવક રાજ્ય સરકારની અલગ અલગ ગ્રાન્ટમાંથી થવાનો અંદાજ છે તો 71.25 કરોડ રૂપિયા જેટલી આવક અલગ અલગ વેરા, ભાડા પટ્ટાના વ્યાજ તેમજ અન્ય મૂડી આવકથી થવાનો અંદાજ છે. આ ઉપરાંત 50 કરોડ જેટલી આવક અનામત પેટે થવાની શક્યતા સેવાઈ રહી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here