મોરબીમાં મચ્છુ-2 ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલાયા છે.જેમાં પાણીની આવક 2590 કયુસેક છે.મચ્છુ-2 ડેમમાં પાણીની જાવક 2590 ક્યુસેક નોંધાઈ છે.મોરબી, માળીયાના 29 ગામોને એલર્ટ કરાયા છે,જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી ,ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા,ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા ,જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા ,વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર ગામોને એલર્ટ કરાયા છે.ઉપરવાસમાં વરસાદ વરસતા નવા નીરની આવક થઈ છે.
ફાયરની ટીમ પણ ઘટના સ્થળે છે
મોરબી નજીકનો મહાકાય મચ્છુ બે ડેમ મોરબી તથા માળીયા તાલુકાના લોકો માટે આશીર્વાદ સમાન છે. આ ડેમ છલોછલ ભરાઈ જાય એટલે મોરબી અને માળિયા તાલુકાના લોકોને 12 મહિના પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાય જતો હોય છે.નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે.અધિકારીની એક ટીમ અને ફાયર વિભાગની એક ટીમ ઘટના સ્થળે છે.
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
રાજયમાં આજે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે,ગીર સોમનાથ, દ્વારકા, સુરેન્દ્રનગર,અમરેલી, રાજકોટ,ભાવનગર,જૂનાગઢ, પોરબંદર, મોરબી,સુરત, ડાંગ, તાપી,નર્મદા, ભરૂચ, વલસાડ, નવસારીમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.માછીમારોને અગામી બે દિવસ દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.રાજયમાં બપોરના સમયે ઉકળાટ પણ રહી શકે છે,હજી ભેજવાળું વાતાવરણ હોવાથી ઉકળાટ રહી શકે છે.