Morbiમાં મૂકબધિર પુત્રી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી સાવકા પિતાનું શંકાસ્પદ મોત

0
4

ગુજરાતમાં ઘણી દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. જેમાં આરોપીઓ મહિલા કે નાની દિકરીઓ પર કુકર્મ કર્યાની ઘટનાઓ બની છે. ત્યારે મોરબીમાં સભ્ય સમાજને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી હતી.મોરબીમાં મૂકબધિર યુવતી પર તેના સાવકા પિતા દુષ્કર્મ ગુજાર્યો હોવાનું સામે આવ્યું હતું. જેના લીધે સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ત્યારે સાવકા પિતાનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું.

દુષ્કર્મના આરોપી સાવકા પિતાનું મોત

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં એક મૂકબધિર યુવતીની લાચારીનો લાભ તેના સાવકા પિતાએ ઉઠાવ્યો હતો. મૂકબધિર યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. સાવકો પિતા હેવાન બની ગયો હતો. તો દુષ્કર્મ ગુજાર્યા બાદ સાવકા પિતાનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. તો સાવકા પિતાના મૃતદેહને તાત્કાલિક ધોરણે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.સાવકા પિતાનું શંકાસ્પદ મોત થતા લોકોમાં તેની મોતને લઈને ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી.

પીએમ બાદ હકીકત બહાર આવશે

સાવકા પિતાના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો હતો. તો સાવકા પિતાના શંકાસ્પદ મોતને લઈને મોરબી તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આરોપીનું શંકાસ્પદ મોત થતા તેના મૃતદેહને હોસ્પિટમાં પીએમ માટે મોકલી દેવાયો છે.જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ બહાર આવે તેવી શક્યતા છે. તો દુષ્કર્મની આવી ઘટના દાહોદમાં બની હતી. તોયણી ગામની શાળામાં ભણતી એક બાળકી સાથે પ્રિન્સિપાલે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જેમાં બાળકીનું મોત થયું હતું. તે મામલે પોલીસે આરોપીની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here