મોરબીની કમ્ફર્ટ હોટલમાંથી જુગારધામ ઝડપાયું હતુ જેમાં જુગારધામમાં ગેરરીતિની આશંકા સાથે પીઆઈ અને એક કર્મચારીની બદલીકરવામાં આવી છે,PI વાય.કે. ગોહિલની વાંકાનેર હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે તેમજ પોલીસકર્મી મહિપતસિંહ સોલંકીની દ્વારકા બદલી કરાઈ છે.કેસની તપાસ લીંબડી DySP વિશાલ રબારીને સોંપાઈ છે જેમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે.
રુચિર કારીયાની હોટલમાં જુગારધામનો પર્દાફાશ
મોરબી ભાજપના નેતા રૂચિર કારીયાની હોટલમાંથી આ જુગાર ઝડપાયો હોવાની વાત સામે આવી છે.પોલીસે 9 આરોપીઓને ઝડપ્યા છે અને વધુ તપાસ હાથધરી છે સાથે સાથે કેટલા સમયથી આ જુગાર રમાડાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.પોલીસે કુલ મળીને 63.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,એક આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.મોટાભાગના જુગરીઓ રાજકોટના હોવાનું સામે આવ્યું છે.
ટંકારા પોલીસે પાડયા દરોડા
ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે.ગોહિલને સચોટ બાતમી મળી હતી કે, ટંકારા – રાજકોટ હાઇવે ઉપર આવેલ હોટલ કમ્ફર્ટમા રૂમો ભાડે રાખી બહારથી માણસો બોલાવી આરોપીઓ હોટલના પાર્કિંગમાં રાખવામાં આવેલ ફોર્ચ્યુનર કારમાં રોકડા જમા કરાવ્યાં બાદ ટોકન આપે છે અને ટોકન ઉપર હોટલના રૂમમાં જુગાર રમાઈ રહ્યો છે. ઉક્ત બાતમીને આધારે ટંકારા પોલીસે હોટલ કમ્ફર્ટના રૂમ નંબર 105મા દરોડો પાડતા જુગાર રમતા શખ્સો ઝડપાઇ ગયા હતા.
ઝડપાયેલ આરોપીના નામ
ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ
ચીરાગ રસીકભાઈ ધામેચા
રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા
રવિ મસુખભાઈ પટેલ
વિલભાઈ રાજીભાઈ પટેલ
ભાસરભાઈ પ્રભુ પારેખ
કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ
શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર
નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયા
રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા