મહેસાણા મહાનગર પાલિકા દ્વારા માંગણા બિલ પર 10 ટકા રાહત સાથે વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ હતી.
આ ઝુંબેશ હેઠળ મહાનગર પાલિકાની તિજોરી વેરા વસુલાતની આવકથી ઉભરાઈ છે.એપ્રિલ 2024થી માર્ચ 2025 સુધી 12 મહિનામા મહાનગર પાલિકાને વેરા વસુલાતમા રૂ.24.54 કરોડની આવક થવા પામી છે.નાણાકીય વર્ષ 2023-2024 માં રૂ.20.26 કરોડ જેટલી આવક થઈ હતી.તેના કરતા આ વર્ષ 2024-2025મા રૂ.4 કરોડથી વધુની આવક નોંધાઈ છે.મહેસાણા મહાનગર પાલિકાની વેરા વસુલાતની આવક વધતા વેરા શાખાના કર્મચારીઓના ઉત્સાહમા પણ વધારો જોવા મળ્યો હતો.
મહેસાણા મહાનગર પાલિકા હેઠળ આવતા અલગ અલગ વિસ્તારમા 107113 જેટલી મિલ્કતો આવેલી છે.આ મિલકતોનો વેરો ભરપાઈ માટે મિલકત ધારકો માટે વેરા માંગણા બિલની રકમ પર સરકાર દ્વારા 10 ટકા રાહત યોજના અમલમા છે.જે અંતર્ગત મહેસાણા મહાનગર પાલિકા દ્વારા 1 એપ્રિલથી 31 માર્ચ દરમિયાન વેરા વસુલાત અંતર્ગત રૂ.24.54 કરોડની વસુલાત થઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે,કે શરૂઆતના બે ત્રણ મહિના દરમિયાન સામાન્ય આવક નોંધાઈ હતી.જોકે તે બાદ વેરા વસૂલાત ઝુંબેશ ગતિશીલ બનાવાઇ હતી.જેના ફ્ળ સ્વરૂપ વેરા વસુલાતમા ભારે વધારો જોવા મળ્યો હતો.એક વર્ષ દરમિયાન નોંધાયેલ આવકને એક દિવસ પ્રમાણે જોઈએતો મહાનગર પાલિકાની વેરા શાખામા પ્રત્યેક દિવસ રૂ.6,72,328ની વેરા વસુલાતની આવક નોંધાઈ છે.તો આ આવકમાં ગત નાણાકીય વર્ષ 2023-2024ની આવક કરતા પણ વધારો જોવા મળ્યો છે.ત્યારે વર્ષ દરમિયાન મહાનગર પાલિકાની તિજોરીમાં રૂ.24.54 કરોડની વેરા વસુલાતની આવક નોંધાતા મહાનગર પાલિકાની વેરા વસુલાત શાખા સહીત મહાનગર પાલિકામાં હર્ષ ફેલાયો હતો.