Mehsanaના ઊંઝામાં ક્રિકેટ સટ્ટો રમવા બેંકને કરોડોનો ચુનો લગાવનાર કેશિયર ઝડપાયો

0
4

મહેસાણાના ઊંઝામાં ક્રિકેટ સટ્ટો રમવા બેંકને કરોડોનો ચુનો લગાવનાર બેંકનો કેશિયર ઝડપાયો છે, ઊંઝા માર્કેટયાર્ડ કો.ઓ.બેંકના કેશિયરની કરતૂત સામે આવી હતી જેમાં સટ્ટો રમવા માટે બેંકના રૂપિયાની ઉચાપત કરી હોવાની વાત સામે આવી છે, બેંકના હેડ કેશિયર સચિન પટેલની ધરપકડ ઊંઝા પોલીસે કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કેશિયર સચિન પટેલે 3.44 કરોડની કરી હતી ઉચાપત

કેશિયર સચિન પટેલે 3.44 કરોડની કરી હતી ઉચાપત અને આરોપી બેંકના રૂપિયાથી ક્રિકેટનો સટ્ટો રમ્યો હતો તો 18 એપ્રિલથી 13 જૂન દરમિયાન ટુકડે ટુકડે કરી ઉચાપત, આ સમગ્ર કેસમાં બેંકના ચેરમેન બાબુભાઈ પટેલે કરી હતી પોલીસ ફરિયાદ. બેંકનું બેલેન્સ મળતું ન હતુ જેના કારણે કેશિયરને પણ પૂછયું હતુ ત્યારે માહિતી સામે આવી કે કેશિયરે સટ્ટો રમવા માટે બેંકના રૂપિયા લીધા હતા અને સટ્ટામાં વાપરી નાખ્યા ત્યારે બેંકના ચેરમેને પોલીસને અરજી આપી અને તેના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.

ઊંઝા માર્કેટયાર્ડ કો.ઓપ બેકમાં ઉચાપત મામલો

બેંકના હેડકેશિયર સચિન પટેલ દ્વારા રુ 3.44 કરોડની ઉચાપત કરવામાં આવી છે, બેંકના રૂપિયાથી ક્રિકેટ સટ્ટો રમ્યો હોવાનું કારણ સામે આવ્યું છે, ઊંઝા પોલીસે ગુનો નોધી આરોપી હેડ કેશિયર સચિન ભરતભાઈ પટેલની ધરપકડ કરી છે, આરોપીએ કોની પાસેથી સટ્ટાનું આઈડી લીધુ છે અને અગાઉ પણ કેટલો સટ્ટો રમ્યો છે તે દિશામાં તપાસ હાથધરી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here