Mehsana: પોલીસ પરેડ ગ્રાઉન્ડ નજીક ગટર ઊભરાતાં ગંદકીથી સ્થાનિકો પરેશાન બન્યા

0
11

મહેસાણા શહેરમાં સ્વચ્છતાની મુહિમ વચ્ચે આજે શહેરના અનેક જુના વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક સુધારા વધારાના અભાવે ડામાડોળ બન્યું છે. જેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાસે મહેતાનગરમાં દર 15 દિવસે ગટરો ચોકઅપ થઈ ઉભરાવવાની સમસ્યા માથું ઊંચકી રહી છે.

વારંવાર સર્જાતી સમસ્યાનું નિરાકરણ લાવ્યા બાદ ફરી સમસ્યા સામે આવતી હોઈ મનપા દ્વારા પમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે તેમાં પણ રિટેન્ડર કરવાની નોબત આવતા સમસ્યાનો કાયમી હલ આવતા ઘણો વિલંબ લાગી શકે છે. મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પાસે મહેતા નગરમાં ભૂગર્ભ ગટરો વારંવાર ચોકઅપથી ઉભરાતી હોવાની સમસ્યા સામે આવી રહી છે. જોકે આ વિસ્તારમાં ફરિયાદ મળતા અગાઉ પાલિકા અને હાલમાં મ.ન.પા.ની ટીમ દ્વારા ગટર લાઇન અને મેનહોલની સફાઈ કરી અનેકવાર સમસ્યાનો હલ લાવવામાં પણ આવ્યો હતો. જોકે અહીં પમ્પિંગ સ્ટેશનની જરૂરિયાત હોઈ અગાઉ પાલિકા દ્વારા ટેન્ડર કરવામાં આવ્યું હતું. જોકે ટેન્ડરના ભાવ અતિ વધુ આવતા RCMમાંથી રિટેન્ડર કરવા હુકમ કરાયો હતો. ત્યારે મનપા દ્વારા હાલમાં આ ગટર લાઇન સમયાંતરે સફાઈ કરી નવું ટેન્ડર કરી તેનો કાયમી ઉકેલ આવે તે માટે નિર્ણય લેવામાં આવી શકે છે. જ્યાં પમ્પિંગ સ્ટેશન બનતા સાથે મહેતાનગર પરંતુ અંધેરી સહિતના વિસ્તારમાં કાયમી ગટરની સમસ્યાનો નિકાલ આવી શકે તેમ છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here