દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામ પાસે હાઇવે રોડ પર શુક્રવારે વહેલી સવારે કાર અને ટ્રેલરનો ગંભીર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં કાર સવાર એક વ્યક્તિનું ઘટના મોત થયું હતું ,અને બે વ્યક્તિઓને બીજાઓ થતા સારવાર અર્થે પાલનપુર ખસેડાયા હતા.
ડાંગીયા ગામના બસ સ્ટેન્ડ પાસે ચંડીસર બાજુથી લોખંડની મોટી પાઇપો ભરી આવતા ટ્રેલર નં.જી.જે 12 Z 2096 સાથે રાજસ્થાન બાજુથી ઝડપે આવતી શિફ્ટ ડિઝાયર કાર નં. જી.જે 03 CR 1468 સાથે વહેલી સવારે ધડાકાભેર ટકરાતા અકસ્માતમાં કાર સવાર માલમસિંહ જસવંતસિંહ રાઠોડ રહે. નરોડા અમદાવાદ, મુળ રહે. જોગાવા તા. આહોર રાજ્સ્થાન વાળાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું,
અકસ્માત કેટલો ગંભીર હતો કે કારનો કુરચો વળી ગયો હતો, કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, અક્સ્માતમાં રોડની બાજુમાં આવેલ તળાવમાં ટ્રેલરનો આગળનો ભાગ ફ્ંટાઈ જતાં આખું ટ્રેલર તળાવમાં ખાબકતા થોડું જ રહી ગયું હતું,બનાવની જાણ થતા દાંતીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી