મહેસાણા તાલુકા પોલીસે બાતમી આધારે પાંચોટ પાસે આવેલ કૃષ્ણમ સ્કાય વોક કોમ્પ્લેક્ષમાં દરોડા પાડયા હતા. જ્યાં કોમ્પ્લેક્ષના ભોંયતળિયામાં બેસી જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાઇ આવ્યા હતા. પોલીસે રોકડ અને મોબાઈલ સહિત 36,502નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી હતી.
મહેસાણા પાંચોટ બાયપાસ જતા રોડ પર આવેલ એક લોમ્પ્લેક્ષમાં જુગાર રમાતો હોવાની બાતમી મહેસાણા તાલુકા પોલીસને મળી હતી. જે આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા કૃષ્ણમ સ્કાય વોક કોમ્પ્લેક્ષના ભોંયતળિયામાં બેસી જુગાર રમતા (1) દિનેશ કેશવલાલ પ્રજાપતિ રહે. અરુષ આઇકોન ફ્લેટ, રાધનપુર રોડ, મહેસાણા, (2) રામજી ભારમલભાઈ પ્રજાપતિ રહે. ક્રિષ્ના હોમ્સ, ટી.બી.રોડ, મહેસાણા, (3) મનેશ મગનભાઈ પટેલ રહે.આસ્થાવિહાર ફ્લેટ, એરોડ્રામ રોડ,.મહેસાણા, (4) ચંદ્રકાન્ત મોહનભાઈ પટેલ, રહે. પાંચોટ, આનંદપુરા, (5) કિરણ કાંતિલાલ પટેલ, રહે. મહેન્દ્રનગર સોસાયટી, લકીપાર્ક, મહેસાણા, (6) કમલેશ જગદીશભાઈ પંચાલ રહે. કૃણાલ રેસિડેન્સી, રાધનપુર રોડ, મહેસાણા વાળા 6 જુગારીઓ ઝડપાઇ આવ્યા હતા. તમામ પાસે થી કુલ 6 મોબાઈલ અને 13,020 રોકડ મળી કુલ 23,500નો મુદ્દામાલ કબ્જે કરી તમામ 6 જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી. તમામ 6 વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.