Mehsana: ટોલ મુદ્દે વાહનચાલકોનો વિરોધ, ટોલ વસૂલ્યા બાદ પણ ઉઘરાણી કરતા રોષ

HomeMEHSANAMehsana: ટોલ મુદ્દે વાહનચાલકોનો વિરોધ, ટોલ વસૂલ્યા બાદ પણ ઉઘરાણી કરતા રોષ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Anandમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડની હિરક જયંતીની ઉજવણી, અમિત શાહ રહ્યા હાજર

https://www.youtube.com/watch?v=Zvneej1hDfgઆણંદ ખાતે નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડનાં હિરક જયંતી વર્ષ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતી નિમિત્તે આણંદ એનડીડીબી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને...

રાજ્યના વડોદરા હાલોલ અને મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા મેવડ ટોલનાકા પર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ટોલનો વિરોધ કરવામાં આવ્યો છે. આ રસ્તા બનાવવા પાછળ થયેલા ખર્ચ કરતા વધુની રકમનો ટોલ ટેક્સ વસૂલી લીધો હોવા છતા ટોલની ઉઘરાણી સામે ટ્રક અને બસના ચાલકોએ રોષ વ્યકત કર્યો છે. હવે આ ટોલનાકા પરથી પસાર થવાના બદલે ટોલ નાકા ન હોય તેવા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે અને વાહનચાલકોને તે બાબતે જાગૃત કરવા પેમ્પલેટ પણ વહેંચ્યા હતા. વડોદરા-હાલોલ હાઈવે પર તો ટ્રકચાલકોએ રસ્તા પર બેસી વિરોધ નોંધાવતા ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. જો કે, પોલીસને તેઓને રસ્તા પરથી દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસો અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા આજે વડોદરા -હાલોલ, અડાલજ – મહેસાણા ટોલ રોડના બહિષ્કારનું એલાન કરવામાં આવ્યું છે. આજે ગોલ્ડન ચોકડી પાસે આવેલું હાલોલ વડોદરા ટોલટેક્સ પાસે વિરોધ નોંધાવ્યો હતો અને આગામી સમયમાં જો આ ટોલટેક્સ પરત નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

ટ્રક માલિકો સહિત ટ્રાવેલ્સ એસોસિએશન પણ તેઓની સાથે જોડાયા

હાલમાં તમામ એસોસિએશનના વડા સહિત કેટલાક ટ્રક માલિકો સહિત ટ્રાવેલ્સ એસોસિએશન પણ તેઓની સાથે જોડાયું છે. હાલમાં હાલોલ ટોલનાકા પાસે ઉભા રહી અને સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો છે, સાથે જ જે ટ્રકો ગોલ્ડન ચોકડી તરફથી હાલોલ તરફ જઈ રહી છે તેઓને પેમ્પલેટ વિતરણ કરી અને તેઓને સમજાવવામાં આવી રહ્યા છે કે આ ટોલટેક્સ ન આપો અને અન્ય માર્ગનો ઉપયોગ કરી અને તેઓ અહીંયાથી પરત જઈ રહ્યાં છે. અહીંયા પોલીસ પણ છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ટ્રાફિકનું સંચાલન કરી લે છે, તો બીજી તરફ હાલમાં કેટલાક ટ્રક ચાલકો પોતાની રીતે ટ્રેક પરત કરી ટોલ ન આપવાનો બહિષ્કાર કરવામા આવી રહ્યા છે. આ સાથે કેટલાક ટ્રક ચાલકો રોડ પર બેસી અને ભારે સૂત્રોચાર કર્યો હતો જેના કારણે ગોલ્ડન ચોકડી પાસે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ હોવા છતાં પણ મુકપ્રેક્ષક બની હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે.

મહેસાણાના મેવડ ટોલનાકા પર વિરોધ

મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા મેવડ ટોલનાકા પર પણ ટ્રાન્સપોર્ટર દ્વારા ટોલ ટેક્સનો વિરોધ કરવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટર દ્વારા ટોલનાકા પરથી પસાર થવાના બદલે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો નિર્ણય કરાયો છે. ટોલટેક્સની નિયત રકમ કરતા અનેકઘણો ટેક્સ વસૂલ્યા બાદ પણ ઉઘરાણી ચાલુ રાખતા ટ્રાન્સપોર્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસો.ના જણાવ્યા અનુસાર ટ્રાન્સપોર્ટરોની માગણી છે કે 2001માં 31.7 કિ.મી.નો વડોદરા – હાલોલ ટોલ રોડ અને 2003માં 51.3 કિ.મી.નો અડાલજ – મહેસાણા રોડ બન્યો હતો. રૂા.170.64 કરોડનો ખર્ચ વડોદરા – હાલોલ રોડનો અને રૂા.344.25 કરોડનો ખર્ચ અડાલજ – મહેસાણા રોડ માટે થયો હતો. આમ કુલ 514.89 કરોડનો ખર્ચ બંને રોડ માટે થયો છે. તેની સામે રૂા.2928 કરોડ ટોલ વસૂલ્યા છતાં ખાનગી કંપનીએ ખોટ ગઇ હોવાનું જણાવીને 2030 સુધીના બદલે વધુ 10 વર્ષ માટે ટોલ વસૂલવા માટે સરકાર પાસે મંજૂરી માગી છે. ગુજરાત સરકારની 16 ટકા ઈક્વિટી ધરાવતી ખાનગી કંપની દ્વારા 2001થી 2009 દરમિયાન આ બંને ટોલ રોડ ઉપરથી રૂા.300.41 કરોડ ટોલ ફી વસૂલવામાં આવી છે, અને રૂા.62.63 કરોડનું નુકશાન કંપનીએ બતાવ્યું હોવાનું એક આરટીઆઈમાં જણાવાયું છે. રૂા.514 કરોડના ખર્ચ સામે મોટી રકમ બાકી દર્શાવવામાં આવી છે. ગયા વર્ષ સુધી રૂા.1968 કરોડ ઉઘરાવવાના બાકી છે તેમ જણાવ્યું છે. જેને ગુજરાત સરકારે પ્રમાણિત કરેલ છે.

બીજી તરફ કંપનીની ઓડિટેડ બેલેન્સશીટ ઉપરથી 2023-24 સુધીમાં આ કંપનીએ કુલ ટોલ રૂા.2928 કરોડ વસૂલ્યો હતો. બીજી આવક સાથે ખર્ચ બાદ કરતાં રૂા.1950 કરોડનો વ્યાજ વગર નફો કર્યો છે અને આશરે રૂા.652 કરોડ ડિવિડન્ડ ચૂકવ્યું છે. આ દરમિયાન મૂળ કંપનીએ 2015-16માં તેના 56.30 ટકા શેર રૂા.750 કરોડમાં અન્ય કંપનીને વેચ્યા હતા.

રાજ્ય સરકારને ગયા વર્ષે માત્ર રોડ ટેક્સની રૂા.4025 કરોડની આવક થઈ

વર્ષ 2022- 23 દરમિયાન આ કંપનીએ ફરીથી રૂા.537 કરોડમાં તેના શેર વેચ્યા હતા. 2016માં રાજ્ય સરકારે ખાનગી વાહનોને ટોલ માફી આપી હતી તેના પણ રાજ્ય સરકારે રૂા.635 કરોડ આ કંપનીને ચૂકવ્યા હતા. ખાનગી કંપનીએ રાજ્ય સરકારે તેમને 2030 સુધી ટોલ વસૂલવા કરાર કર્યો છે, પણ કરાર પ્રમાણે કંપનીને નુકશાન થતું હોવાથી પુરા પૈસા ન ઉઘરાવ્યા હોવાથી 2040 સુધી એટલે કે 10 વર્ષ વધુ ટોલ ઉઘરાવવા એક્સટેન્સન માગ્યું છે.

ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા એક અન્ય આરટીઆઈમાં સરકારે જણાવ્યું છે કે, રાજ્ય સરકારને ગયા વર્ષે માત્ર રોડ ટેક્સની રૂા.4025 કરોડની આવક થઈ છે. તેમ છતાં પ્રજાને સુવિધા આપવાના બદલે સરકારે અન્યાય ન કરવો જોઈએ. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાન્સપોર્ટરો પાસેથી લેવામાં આવતી ટોલ ફી કરતાં પણ આ બંને રોડ ઉપર વધુ ટોલફી લેવામાં આવી રહી છે.

આ અંગે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશના સેક્રેટરી હસુભાઈ ભગદેવે જણાવ્યું હતું કે, હાલમાં અમારે બે ટોલ પ્લાઝા પર કાર્યક્રમ છે. જેમાં વડોદરા હાલોલ રોડ અને મહેસાણા અડાલજ ટોલ રોડ પર કાર્યક્રમ છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ બંને ટોલ પ્લાઝામાં જે રકમ નક્કી થઈ હતી તેનાથી વધુ રકમ હાલમાં વસૂલતી રહે છે. હજુ પણ તેઓએ નુકસાની ગયું હોવાનું જણાવી અમને 10 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. આ બાબતે જો સરકારે એક્શન નહીં લેતો અમે ઉગ્ર આંદોલન કરીશું. ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી આવતા ટ્રકોના ટ્રાન્સપોર્ટેશનને અસર થાય છે જેના કારણે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ નવી દિલ્હી એસોસિએશન પણ અમારી સાથે જોડાયું છે અને જો સરકાર આમાં કંઈ નહીં વિચારે તો આનો ભોગ પબ્લિકને બનવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon