મહેસાણાના ખેરાલુ ખાતે જીવલેણ હુમલાના ગુનામાં છેલ્લા 6 મહિનાથી વોન્ટેડ 2 શખ્સોને મહેસાણા LCB એ ઝડપી પાડયા હતા. હત્યાની કોશિશ કરનારા બંને શખ્સો ખેરાલુ સિદ્ધપુર ચોકડી પાસેથી મળી આવ્યા હતા. જેમની અટકાયત કરી પોલીસે વધુ તપાસ આદરી હતી.
ખેરાલુ પંથકમાં છ મહિના અગાઉ ભારે તકરાર સર્જાઈ હતી. જેમાં લુણવા ગામના 2 શખ્સો વોન્ટેડ રહ્યા હતા. જે અંગેની બાતમી મળતા મહેસાણા LCBની ટીમે ખેરાલુના સિદ્ધપુર ચોકડી પાસે ઉભેલા 2 શંકાસ્પદ લોકોને ઝડપી પાડી તપાસ પૂછતાજ કરતા તે ફિદામહંમદ ઇજમતખાન પઠાણ અને જહિર ઇકબાલખાન પઠાણ બન્ને રહે. લુણવા, ખેરાલુ વાળાઓ છ મહિના અગાઉ ભારે તકરારમાં જીવલેણ હુમલો અને હત્યાની કોશિશના ગંભીર ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું. જે આધારે તે બન્ને શખ્સોની અટકાયત કરી વધુ તપાસ અર્થે ખેરાલુ પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા.