Rinku Thakor, Mehsana: ઉત્તર ગુજરાતનાં 11 લાખ જેટલા ખેડૂતો 16 લાખથી વધુ હેક્ટર જમીનમાં ખેતી અને 5 લાખથી વધુ હેક્ટરમાં બાગાયતી ખેતી કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે બુધવારે રજુ કરેલા કૃષિ બજેટ ઉત્તર ગુજરાત માટે સૌથી મહત્વનું છે.
ઉત્તર ગુજરાતના 11 લાખ જેટલા ખેડૂતો 16 લાખથી વધુ હેક્ટર જમીનમાં ખેતી અને 5 લાખથી વધુ હેક્ટરમાં બાગાયતી ખેતી કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે બુધવારે રજુ કરેલા કૃષિ બજેટ ઉત્તર ગુજરાત માટે સૌથી મહત્વનું છે.
આ બજેટથી ઘટી રહેલા હલકા ધાન્યના વાવેતરને ફરી વેગ મળશે. કૃષિ સ્ટાર્ટઅપથી સૌથી વધુ ફાયદો બાગાયતી ક્ષેત્રને થશે. બાગાયતી વાવેતર વિસ્તાર વધારવાની સાથે ઘરઆંગણે રોજગારીની નવી તકો ઉભી થશે. આ સાથે પ્રાકૃતિક ખેતીમાં વધારો થશે. બજેટમાં ખેડૂતોની લોન તેમજ આધુનિક ટેક્નોલોજીમાં કરાયેલા વધારાના કારણે ખેડૂતોનું સાહસ ખુલશે.
ઘરઆંગણે રોજગારીની નવી તકો ઉભી થશે
મહેસાણા સંયુક્ત બાગાયત નિયામક ડો.ફાલ્ગુન કે.મોઢે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં બાગાયતી પાકનો વિસ્તાર 5 લાખથી વધુ હેક્ટરનો છે. મોટાભાગના ખેડૂતો પાકને સીધો બજારમાં વેચી રહ્યા છે. કૃષિ સ્ટાર્ટઅપથી બાગાયતી પાકોમાંથી બનતી વિવિધ ચીજવસ્તુઓના વેચાણનું માર્કેટ વધશે. સ્ટાર્ટઅપ્સમાં બાગાયતી પાકોના એક્સપોર્ટ અને માર્કેટિંગને યુવા ખેડૂતો આવરી લેશે. ખેડૂતોની આવક વધશે, બાગાયતી ખેતીનો વિસ્તાર વધશે. આ સાથે ઘરઆંગણે રોજગારીની નવી તકો ઉભી થશે.
ગ્રીન ફાર્મિંગથી ખેડૂતોના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો આવશે
કૃષિ તજજ્ઞોના જણાવ્યા અનુસાર, બજેટમાં મોટા દાણાવાળા અનાજને પ્રોત્સાહન આપવાની વાત કરાઇ છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં 25 વર્ષથી સતત ઘટી રહેલા જુવાર-બાજરી જેવા હલકાં ધાનના વાવેતરને ફરી વેગ મળશે. જ્યારે છેલ્લા 25 વર્ષથી બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉતારો મેળવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની બાજરીને નવું માર્કેટ મળશે. ગ્રીન ફાર્મિંગ અને ગ્રીન એનર્જી પર મુકાયેલા વિશેષ ભારના કારણે ખેડૂતોના ખર્ચમાં ઘટાડો આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર