મહેસાણાના ખેરાલુ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબકયો છે, મોડી રાત્રે વરસાદ ખાબકવાથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને ખેતરોમાં પણ પાણી ભરાયા છે, તો ખેડૂતોનો તૈયાર થયેલો પાક પાણીમાં નિષ્ફળ ગયો છે.
મહેસાણા તાલુકામાં વરસાદ
મહેસાણા તાલુકામાં વરસાદ વરસ્યો છે, દેસાઇ વાડા, ડોરી રોડ, ખોખરવાડા, UGVCL કચેરી, ખાડીયા વિસ્તારમાં પાણી ભરાયા છે, બીજી તરફ ખેરાલુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘો વરસ્યો છે, હિરવાણી, મલેકપુર, બળાદ, મંદ્રોપુર, નાનીવાડા, અરઠી, મલારપુરા, ગઠામણ, ચોટીયા, અંબાવાડા, ડભોડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
ભરૂચના જંબુસરમાં વહેલી સવારથી વરસાદ
ભરૂચના જંબુસરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, જંબુસર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ટુંડજ, પાચકડા, કોરા સહિતના ગામોમા વરસાદ વરસ્યો છે, વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે, ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમા ખુશીની લહેર વ્યાપી છે.
વડોદરાના શિનોરમાં વહેલી સવારથી વરસાદ
વડોદરાના શિનોરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસ્યો છે, અવાખલ, અચીસર, ભેખડા, માલપુરમાં વરસાદ વરસ્યો છે, ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વડોદરા શહેરમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે.
[ad_1]
Source link