Mehasana: આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીં :હવામાન વિભાગ

0
2

મહેસાણા જિલ્લામાં પવનની દિશા બદલાતા તાપમાનનો પારો પણ ઉચકાઈ રહ્યો છે.તો પાછલા 24 કલાક દરમિયાન પણ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો.તો 72 કલાકમા 3 ડિગ્રી તાપમાન વધતાં અસહ્ય ગરમીનો પ્રારંભ થઇ ચૂક્યો છે.મંગળવારે સવારથી ગરમી અનુભવાઈ હતી. અસહ્ય ગરમી પગલે હાઇવે સૂમસામ જોવા મળ્યા હતા.તો બજારોમાં પણ ભીડ ઘટી હતી.તો વાતાવરણમા રહેલા ભેજનું પ્રમાણ પણ ધીરે ધીરે ઘટતા સવારે પણ ગરમીનો રહીશોએ અનુભવ કર્યો હતો.

મહેસાણા જિલ્લામા મંગળવારે વાતાવરણમા સામાન્ય ફેરફાર સાથે મહત્તમ તાપમાનનો પારો ઉચકાયો હતો. જિલ્લામાં 24 કલાકમાં વધુ એક ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થયો છે, તો આગામી દિવસોમાં તાપમાન વધવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરાઇ છે.ત્યારે મહેસાણામા શહેરીજનો સવારથી ગરમીથી તૌબા પોકારી ઉઠયા હતા.

દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 39 ડિગ્રી પર પહોંચ્યુ હતુ.તો મહત્તમ તાપમાનમાં વધારા સાથે સૂર્યનારાયણ આકાશમાંથી આગ ઓકતા હોય તેવી બપોરથી સાંજ સુધી ગરમી વરસાવતા લોકો ત્રસ્ત બન્યા હતા, તો 10 કિલોમીટર ઝડપે પવન ફુકાવાના કારણે દિવસ દરમિયાન ગરમીથી આંશિક રાહત પણ મળી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમા કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી. તેથી આગામી સમય દરમિયાન ગરમી સહન કરવા જિલ્લાવાસીઓએ તૈયાર રહેવું પડી શકે છે.

મહેસાણા જિલ્લાનુ આગામી દિવસનું સંભવિત તાપમાન

વાર તાપમાન મહત્તમ/લઘુત્તમ

મંગળવાર 39/21

બુધવાર 40/21

ગુરુવાર 40/21



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here