માણસા તાલુકાના લીંબોદરા ગામે રહેતો એક ઈસમ ઘરની આજુબાજુ ખુલ્લી જગ્યામાં દારૂ સંતાડી તેનું વેચાણ કરતો હતો. જેની બાતમી મળતાં માણસા પોલીસે આ જગ્યા પર રેડ કરતા અહીંથી 85,580 રૂપિયાની કિંમતના 355 નંગ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જોકે તેનો સંગ્રહ કરનાર બુટલેગર ફરાર થઈ ગયો હતો. જે બાબતે માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ માણસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેઓ લીંબોદરા ગામના પાટીયા પાસે પહોંચ્યા દારૂનો વેપલા અંગે બાતમી મળી હતી. જેમાં લીંબોદરા ગામમાં જતુભાના માઢમાં રહેતો શૈલેષસિંહ ઉફ્રે શૈલેન્દ્રસિંહ ખોડાજી વાઘેલા ઘરની આજુબાજુની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી તેનું વેચાણ કરતો હતો. બાતમી આધારે પોલીસે લીંબોદરા ગામમાં જઈ જતુભાના માઢમાં ઈસમના ઘરની સામે ખુલ્લી જગ્યામાં ઝાડી-ઝાખરામાં તપાસ કરી હતી. તપાસમાં મળી આવેલા પાંચ થેલામાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન ભરેલાં હતા. જેની પોલીસે ગણતરી કરતા કુલ 85,580 રૂપિયાના 355 નંગ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો હતો. પોલીસે તેનો સંગ્રહ કરનાર શૈલેષસિંહની શોધખોળ કરી હતી, પરંતુ તે હાજર મળી આવ્યો ન હતો. જેથી પોલીસે ઝડપાયેલો તમામ મુદ્દામાલ કબજે કરી બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
[ad_1]
Source link