માણસા મુક્તિધામ ખાતે દશેરાના દિવસે માણકી ઘોડી પર બિરાજમાન સ્વામિનારાયણ ભગવાનની મુર્તિનું અનાવરણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંતોએ જણાવ્યુ હતુકે, સત્યના માર્ગ પર ચાલવામાં મુશ્કેલીઓ આવશે, પરંતુ અંતે વિજય તેનો જ થશે. જેથી વ્યક્તિએ ક્યારેય સત્યના માર્ગથી ભટકી ન જવુ જોઇએ. તમારી અંદર રહેલી ખરાબીઓને દુર કરીને પોતાને સારા બનાવવાનો સંદેશ આપ્યો હતો. મુક્તિધામમાં મંગુબેન પરષોત્તમદાસ પટેલના પરિવાર તરફથી ઉપરોક્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માણકી ઘોડી પર બિરાજમાન સ્વામિનારાયણ ભગવાનની મુર્તિનું અનાવરણ કરાયું હતું. જેમાં માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ, જિ.ભાજપ પ્રમુખ, સંતોમહંતો ઉપસ્થિત રહ્યા હતા.