Mansa: માણસા મામલતદાર જનસેવા કેન્દ્રના અરજદારો તડકામાં ઊભા રહેવા મજબૂર

0
6

માણસા મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રનું રિપેરિંગ કામ છેલ્લા 15 દિવસથી ચાલી રહ્યું છે. જેના કારણે હાલ કચેરીના અન્ય ભાગમાં જનેસેવાની સુવિધા ચાલી રહી છે. જોકે આયોજનના અભાવે અરજદારોને ખુલ્લા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. કર્મચારીઓ ટેબલ-ખુરશી સાથે પંખા નીચે બેસે છે. જ્યારે અરજદારો ખુલ્લા તડકામાં ઉભા રહી લાઈનો લગાવે છે. જેમાં બેઠક વ્યવસ્થા કે છાયડાની પણ કોઈ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી.

માણસા મામલતદાર કચેરીમાં તાલુકાના તમામ ગામના લોકો નાના-મોટા કામો લઈને આવે છે. આ સાથે જનસેવા કેન્દ્રમાંથી તેમને ઉતારા તેમજ અન્ય દાખલા મળી જાય છે. પરંતુ છેલ્લા 15 દિવસથી આ જનસેવા કેન્દ્રનું રિનોવેશન કામ ચાલે છે. જેને પગલે કચેરીના અન્ય ભાગમાં જનસેવા કેન્દ્રની હંગામી વ્યવસ્થા કરાઈ છે. જેમાં કર્મચારીઓ તો ટેબલ-ખુરશી સાથે પંખા નીચે બેસે છે. જોકે અરજદારોને કચેરીની બહારની તરફ તડકામાં ઉભા રહેવું પડે છે. અરજદારોમાં કેટલાક વડીલો પણ આવતા હોય છે. જ્યારે કેટલાક અરજદારો બાળકો લઈને આવે છે. ત્યારે તમામ તડકામાં ઉભા રહેવું પડતું હોવાથી ભારે મુશ્કેલી પડે છે. તેમાં પણ હવે ધીરે-ધીરે ગરમીમાં થઈ રહેલાં વધારાથી અરજદારોને બહાર ઉભુ રહેવું મુશ્કેલી બની જશે. જેને પગલે તંત્ર દ્વારા અહીં બેઠક વ્યવસ્થા સાથે છાયડો અને ઉનાળાને ધ્યાને રાખીને પંખા જેવી વ્યવસ્થા કરાય તે જરૂરી છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here