
ભગવાન શિવની આરાધના અને ભક્તિના પર્વ મહાશિવરાત્રીની માણસા શહેર અને તાલુકામાં ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. ભક્તોએ જલાભિષેક, બીલીપત્ર ચઢાવીને પોતાની મનોકામના પુરી થાય તે માટે આશીર્વાદ મેળવ્યા હતા. શિવ મંદિરો આજે હરહર મહાદેવના નાદથી ગૂંજી ઉઠયાં હતા.
આખ વર્ષમાં 12 શિવરાત્રી આવે છે તેમાં મહાવદ તેરસની શિવરાત્રીને મહાશિવરાત્રી તરીકે ઓળખવામાંઆવે છે. ત્યારે માણસા શહેર અને તાલુકામાં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. માણસા શહેરમાં આવેલા તખ્તેશ્વર મહાદેવ, કેશરેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ સહિત તમામ શિવ મંદિરોમાં આજે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. પોતાની મનોકામના પૂર્ણ કરવા તેમજ પુજા-અર્ચનનો લાભ લેવા માટે અબાલ વૃદ્ધ સૌ મંદિરોમાં પહોંચી ગયા હતા. ત્યાં જઈ પોતાની ભક્તિ અને શક્તિ જલાભિષેક અને બીલીપત્રો ચઢાવી સેવાપુજા કરી હતી. મંદિરોમાં પણ દર્શને આવતા દરેક ભક્તોને પ્રસાદી તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરમાં આવેલા કેશરેશ્વર મહાદેવ મંદિર દર વર્ષે ભરાતા લોકમેળામાં આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે પહોંચ્યા હતા.
[ad_1]
Source link