ઈડરના મુધણેશ્વર મહાદેવ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે ઈડર મુધણેશ્વર મહાદેવ મંદિર પાસે એક સપ્તાહ સુધી શિવકથાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ શિવકથાનું સમાપન થયું છે. તો આ શિવકથાના રસપાનનો ભાગ લેવા ઈડરની મોટી સંખ્યા હાજર રહી હતી
.
ઈડરના મુઘણેશ્વર મંદિરે શિવકથા 16 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ખાતે યોજાઈ હતી. જે શિવકથાનું રસપાન વ્યાસપીઠ પરથી સંત શ્રી સ્વામિ મંગલપુરી મહારાજે કરાવ્યું હતું. આ કથા દરમિયાન શિવ વિવાહ અને ગણેશ વિવાહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કથામાં દરરોજ ત્રણ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.
રાષ્ટ્રીય સંત શ્રી મીથીલેષજી નાગર ઘ્વારા તારીખ 17 ડિસેમ્બરના રોજ રાત્રે 8 કલાકે કથા મંડપમાં સંગીતમય સુંદરકાંડનું રસપાન કરાવવામાં આવ્યું હતું. જ્યારે શિવ કથાના સમાપનના દિવસે મંદિર પરિસર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહા શિવકથામાં કોઈ અગવડ ના થાય તે માટે આયોજકો દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. કથાના અંતિમ દિવસે વ્યાસપીઠ પર બિરાજેલ કથાકાર શ્રી સ્વામિ મંગલપુરી મહારાજના હસ્તે સંતશ્રીઓ, દાતાઓ અને આયોજકોનું સ્વાગત મુધણેશ્વર મહાદેવની પ્રતિમા પ્રસાદી અને માળા અર્પણ કરી કરવામાં આવ્યું હતું.