Mandatory implementation of helmets begins in Surat | સુરતમાં હેલ્મેટની ફરજિયાત અમલવારી શરૂ: પ્રથમ જ દિવસે 4424 વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી, જ્યારે 19,221 વાહનચાલકોને “વન નેશન, વન ચલણ” અંતર્ગત ઈ-ચલણ આપ્યા – Surat News

0
8

સુરતમાં સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાનાં નિર્માણ માટે આજે 15મી ફેબ્રુઆરી, 2025થી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા આજે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 44,424 વાહનચાલકો વિરુદ્ધ સમાધાન-શુલ્કનાં કેસો કરવા

.

હેલ્મેટ ન પહેરવાથી ગંભીર અકસ્માતો વધ્યા સુરત શહેરમાં રસ્તા અકસ્માતો અને વાહનચાલકોની સલામતી એક ગંભીર મુદ્દો બન્યો છે. 2024ના વર્ષમાં કુલ 307 ફેટલ (પ્રાણઘાતક) અકસ્માત થયા હતા, જેમાંથી 146 અકસ્માત માત્ર હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, હેલ્મેટ વગરના વાહનચાલકોને ગંભીર ઇજા અથવા મૃત્યુનો વધુ ખતરો છે. આ જ બાબતને ધ્યાને રાખી સુરત શહેરના પોલીસ કમિશનરે આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લઈ, હેલ્મેટના અવેરનેસ અને અમલવારી માટે ખાસ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું.

1 જાન્યુઆરીથી 45 દિવસનું જાગૃતિ અભિયાન ચલાવાયું સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 1લી જાન્યુઆરી 2025થી 45 દિવસ સુધી હેલ્મેટ અવેરનેસ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું.આ અભિયાન અંતર્ગત શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ, ઈન્ડસ્ટ્રીયલ એરિયા અને રહેણાંક વિસ્તારોમાં કેમ્પેઇન યોજાયું. વાહનચાલકોને હેલ્મેટના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા.સુરક્ષિત ડ્રાઈવિંગ અને રોડ-સેફ્ટી અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી.જાહેર જાહેરખબર, સોશિયલ મીડિયા અને જાહેર સ્થળોએ લાઉડસ્પીકર દ્વારા પણ લોકોને અવરનેસ આપવામાં આવી.

15મી ફેબ્રુઆરીથી હેલ્મેટના કડક અમલવારી હવે, આ અવેરનેસ અભિયાન પૂરુ થયા બાદ, 15મી ફેબ્રુઆરી 2025થી, સુરત શહેરમાં હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.પોલીસ દ્વારા આજથી ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી, જેમાં શહેરના દરેક માર્ગ અને ચોક પર વાહનચાલકોની ચકાસણી કરવામાં આવી.આ ડ્રાઇવ દરમિયાન 44,424 લોકો વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવી. 19,221 લોકોને “વન નેશન, વન ચલણ” હેઠળ ઈ-ચલણ આપવામાં આવ્યું. હજુ પણ જો કોઈ હેલ્મેટ વગર વાહન ચલાવશે તો કડક દંડ અને કાર્યવાહી થશે.

આગામી સમયમાં શું થશે? આ ડ્રાઇવ યથાવત રહેશે અને પોલીસ હેલ્મેટના કડક અમલ માટે સતત કાર્યવાહી કરશે. સુરત શહેરના મુખ્ય માર્ગો, હાઈવે અને આઈ.ટી./ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં વધુ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ સ્ટેશનો સાથે સંકલન કરીને દિન-પ્રતિદિન ચકાસણી થશે. રોડ-સેફ્ટી અને નિયમો માટે વધુ સખત પગલાં લેવામાં આવશે. જો કોઈ વાહનચાલક હેલ્મેટ પહેર્યા વિના ઝડપાશે તો તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here