- મહીસાગરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો
- સરકારી હોસ્પિટલમાં પતિને સારવાર અપાઇ
- ડૉકટર દ્વારા ધનુર ન થાય તે માટે દવા અપાઈ
મહીસાગર જિલ્લામાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સરકારી હોસ્પિટલના ડૉક્ટરે એક વ્યક્તિના કેસ પેપરમાં “બૈરું કઈડીયું”નો ઉલ્લેખ કર્યો છે.
વીરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ એક વ્યક્તિને પત્ની કરડી ગઈ છે. ડૉકટરે ધનુરનું ઈન્જેક્શન આપીને વધુ સારવાર માટે દવા પણ આપી છે. સરકારી હોસ્પિટલ દ્વારા સારવાર કરેલ કેસ પેપરમાં બૈરું કઈડીયું ગયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કૂતરું, સાપ કે અન્ય પ્રાણીઓ કરડવાના કિસ્સા જોયા અને સાંભળ્યા પણ બૈરું કરડવાની ઘટના ને લઈ અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.
ડૉક્ટરે ધનુરનું ઈન્જેક્શન આપ્યું
મહિસાગરમાં એક વ્યક્તિ સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં જતા ત્યાં હાજર સરકારી ડૉક્ટરે કેસ પેપરમાં પત્ની કરડી ગયાનો ઉલ્લેખ કર્યો છે. જેને લઈને હાસ્યાસ્પદ ઘટના જોવા મળી રહી છે. બટકું ભર્યું છે જેને લઈને તકેદારીના ભાગરુપે ડૉક્ટરે ધનુરનું ઈન્જેક્શન પણ આપ્યું છે. કોઈ પ્રાણી કે મનુષ્ય કોઈ વ્યક્તિને બટકુ ભરે ત્યારે તેના લાળમાંથી બેક્ટેરીયા બીજા વ્યક્તિના લોહીમાં પ્રવેશતા ઝેર થઈ શકે છે. જેને લઈને ધનુરનું ઈન્જેક્શન આપવામાં આવે છે.
ઈન્જેક્શન લેવામાં ના આવે તો ધનુર ઉપડી શકે
કુતરું કરડે ત્યારે તેની સારવારમાં સૌ પ્રથમ ધનુરનું ઈન્જેક્શન આપવામાં આવે છે. કારણ કે કોઈપણ પ્રાણી કે બીજા મનુષ્ય દ્વારા પણ બચકું ભરી ઈજા કરવામાં આવી હોય ત્યારે ઈજાગ્રસ્તને ધનુર ઉપડી શકે છે. હોસ્પિટલમાં પ્રથમ ધનુરનું ઈન્જેક્શન આપ્યા બાદ બીજું ઈન્જેક્શન હડકવા વિરોધી રસીનું આપવામાં આવે છે. અને ત્યારબાદ પણ હડકવા વિરોધી રસીના બીજા ત્રણ ઈન્જેક્શન તેના શેડ્યુલ મુજબના દિવસોએ લેવાના હોય છે. હડકવા વિરોધી રસીના કુલ ચાર ઈન્જેક્શનનો કોર્સ હોય છે. જો કુતરું હડકાયું જ હોય તો આ હડકવા વિરોધી ઈન્જેક્શનની સંખ્યા વધી શકે છે.