સમગ્ર સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું છે. એક તરફ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે બીજી તરફ મહીસાગરના લુણાવાડામાં વરુણદેવને રિઝવવા માટે હાથ જોડી પ્રાર્થના કરવામાં આવી રહી છે. લુણાવાડામાં મહાદેવને મહિલાઓએ જળાભિષેક કર્યું છે. તેમજ શિવ મંદિર પરિસરમાંમાં શિવધૂન પણ બોલાવી છે. જો મહીસાગર જિલ્લામાં વરસાદ નહીં થાય તો દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.