સમગ્ર રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારથી મહીસાગર જિલ્લમાં મેઘરાજા મન મૂકી વરસ્યા છે. આજે વહેલી સવારથી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. તેમજ અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા છે.
લુણાવાડા, ખાનપુરમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ
મહીસાગર જિલ્લમાં વરસાદી માહી જામ્યો છે. ત્યારે લુણાવાડા અને ખાનપુર તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ સંતરામપુરમાં પણ ધોધમાર 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા 8 જળાશયોમાં પાણી આવક થઈ છે. તેમજ તળાવ, કોતર અને ચેકડેમોમાં પણ પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહી છે.
લુણાવાડા, ખાનપુરમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ
મહીસાગર જિલ્લમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. તેમજ રોડ-રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતા થયા છે. ભારે વરસાદના કારણે દાહોદ, શામળાજી અને હાલોલના હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જોકે, તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવતા પાણી ઓસર્યા હતા અને વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.