- તુવેર, મગ, મકાઈ, ઘઉનું ડબલ ભાવે વેચાણ
- જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર થકી આપણી જમીનને ખૂબ જ નુકસાન થાય છે
- આ ઉપરાંત તેમણે સરકાર તરફ્થી ગાય નિભાવ ખર્ચ અંતર્ગત દર મહિને 900 રૂપિયા સહાય મળે છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર થી બે કિમી દૂર આવેલ દોલતપુરા ગામના પટેલ અશ્વિનભાઈ પ્રાકૃતિક ખેતી કરી તેનું વેચાણ કરી અઢળક આવક મેળવી રહ્યા છે. 6 એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ઉપજ થયેલ તુવેર, મગ, મકાઈ, ઘઉ અને મગફ્ળીનું બજાર ભાવ કરતાં ડબલ ભાવમાં વેચાણ કરી રહ્યા છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત પટેલ અશ્વિનભાઈ જણાવે છે કે, હું છેલ્લા પાંચ વર્ષથી મારા 6 એકર જમીનમાં તુવેર, મગ, મકાઈ, ઘઉ, મગફ્ળી, જામફ્ળ અને આંબાની પ્રાકૃતિક ખેતી કરું છું. મે મારા ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ બંધ કરી દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરથી જીવામૃત બનાવી તેનો ખેતરમાં છટકાવ કરું છું. જેનાથી મારા પાકમાં ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે. જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર થકી આપણી જમીનને ખૂબ જ નુકસાન થાય છે. જમીનની અંદર ઉત્પન્ન થતાં અળસિયાનો નાશ થાય છે તે માટે જમીનની ગુણવત્તા જાળવી રાખવા પ્રાકૃતિક કૃષિ ખૂબ ઉપયોગી છે તેના થકી જીવામૃત બનાવી છટકાવ કરવામાં આવે તો તેનાથી અળસિયા પુસ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે જેનાથી જમીન ફ્ળદ્રુપ બને છે અને અનાજ સારા પ્રમાણમાં થાય છે.
અશ્વિનભાઈ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ઉપજ થયેલ અનાજ, કઠોળ તેમજ અન્ય ચીજવસ્તુની બજારમાં વેચાણ કરી બજાર ભાવ કરતાં ડબલ ભાવમાં વેચાણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે સરકાર તરફ્થી ગાય નિભાવ ખર્ચ અંતર્ગત દર મહિને 900 રૂપિયા સહાય મળે છે. સાથે અશ્વિનભાઈ પોતે તો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પણ તેઓ અન્યોને પણ આ અભ્યાનમાં જોડી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.