- વાંટા ગામની પ્રાથમિક શાળાની દીવાલ ધરાશાયી
- ધોધમાર વરસાદના પગલે દીવાલ ધરાશાયી
- રાત્રિ દરમિયાન દીવાલ ધરાશાયી થતા દુર્ઘટના ટળી
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાંટા ગામની પ્રાથમિક શાળાની દીવાલ ધડાકાભેર ધરાશાયી થતા શાળામાં દોડધામ મચી હતી,જોકે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,ભારે વરસાદ વરસતા આ દીવાલ ધરાશાયી થઈ હતી,ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
લુણાવાડામાં ભારે વરસાદ
લુણાવાડામાં ગઈકાલ રાત્રીથી ભારે વરસાદ વરસતા શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે,સાથે સાથે શહેરમાં નીચાણાળા વિસ્તાર તેમજ દુકાનોમાં પાણી ભરાયા છે,મહત્વની વાત છે કે,ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતના પાકને નુકસાન થયું છે,લુણાવાડામાં સવારના 4 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં લગભગ સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે,શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જન જીવન સામન્ય થયુ હતુ,ત્યારે સ્થાનિકો હવે એ રાહ જોઈને બેઠા છે કે શહેરમાં પાણી કયારે ઓસરે.
જાણો લુણાવાડા શહેરમાં કયા ભરાયા પાણી
મોડીરાત્રીથી વરસાદ શરૂ થતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી,હાટડી બજાર,ગોળ બજાર,વરધરી રોડ,માંડવી બજાર વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓએ દુકાન ખોલી ન હતી તો શાળામાં વિધાર્થીઓ પણ આવ્યા ન હતા,નીચાણવાળા ઘરોમાં પાણી ઘુસતા સ્થાનિકોને ઘરમાં જ ભરાયેલા પાણીમાં રહેવાનો વારો આવ્યો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્રારા કોઈ મદદ કરવા માટે આવ્યું નથી.
શું કહે છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરવામાં આવે તો આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે અને અગામી સમયમાં પણ વરસાદ અવિરત પણ શરૂ રહેશે,લુણાવાડામાં ભારે વરસાદ વરસતા લોકોના જનજીવન પર માઠી અસર પડી છે,રોડ પર જઉ મુશ્કેલ બન્યું છે,સાથે સાથે હવામાન વિભાગે કહ્યું છે કે અગામી સમયમાં લુણાવાડામાં હજી વધુ વરસાદ વરસી શકે છે.