Rinku Thakor, Mahesana: મહેસાણા જિલ્લામાં વર્ષ 2021-22માં બાગાયત પાકોનું 25332.47 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. હવે બાગાયતી ખેતી ખેડૂતો વધારે કરી રહ્યાં છે.એમાં પણ લીંબુની ખેતીમાં વધારો થયો છે. મહેસાણા જિલ્લામાં 30 ટકા ખેડૂતો લીંબુની ખેતી કરી રહ્યાં છે.
મહેસાણા જિલ્લાનાં ખેરવા, ઉદલપુર, કડવાસન વગેરે ગામમાં લીંબુની ખેતી વધારે થાય છે.ખેરવા ગામનાં વિજયભાઇ અને રાકેશભાઇ છેલ્લા 30 વર્ષથી લીંબુની ખેતી કરી રહ્યાં છે. 10 વીઘા જમીનમાં 500થી વધુ લીબુંનાં ઝાડ છે.વર્ષે 4 ટન લીંબુનું ઉત્પાદન કરી 10 લાખ સુધીની આવક મેળવે છે.
લીંબુની ખેતીમાં એક્સ્ટ્રા ખર્ચ આવતો નથી
લીંબુની ખેતીએ એકદરે બિનખર્ચાળ ખેતી છે. એમા આવક મળી રહે છે. તેમજ તેમાં નીંદમણ કે એવું કંઈ હોય તો છોડને ખાસ અસર થતી નથી અને તેને ખેડ પણ કરવી પડતી નથી.
ત્રણ થી ચાર વર્ષે લીંબુનું ઉત્પાદન થાય
લીંબુનાં છોડનું વાવેતર કર્યા બાદ ત્રણથી ચાર વર્ષે લીબૂંનું ઉત્પાદન શરૂ થાય છે. 20-25 વર્ષ સુધી ઉત્પાદન આપે છે અને વર્ષ માં બે વાર લીંબુ આવે છે. માત્ર તેને પાણી અને જરૂર પડે તો ખાતર આપવું પડે છે. લીંબુની ખેતી એકંદરે ઓછી ખર્ચાળ છે. પહેલા બારે માસ લીંબુ આવતા હતાં. 30 વર્ષ પહેલા એક ઝાડમાં એક સિઝનમાં 100 કિલો લીંબુ આવતા હતાં. હવે 30 કિલો લીંબુ આવે છે.
ચોમાસુ સિઝન છે સૌથી મોખરે. શિયાળામાં પણ લીંબુ આવે છે પણ લીંબુ માટે અનુકૂળ સીઝન ચોમાસુ છે. લીંબુ મેહસાણા સહિત અમદાવાદ અને દિલ્હીના બજાર થઈને અફઘાન, પાકિસ્તાન સુધી જાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર