Home Porbandar Madhavpur મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ બનશે આકર્ષણનું કેન્દ્ર, વાંચો Detailed Story

Madhavpur મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ બનશે આકર્ષણનું કેન્દ્ર, વાંચો Detailed Story

Madhavpur મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ બનશે આકર્ષણનું કેન્દ્ર, વાંચો Detailed Story

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરતો માધવપુર ઘેડ મેળો આ વર્ષે 6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન યોજાશે. દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થતો માધવપુર મેળો અરૂણાચલ પ્રદેશના રૂકમિણીજી અને ગુજરાતના શ્રીકૃષ્ણ વચ્ચે થયેલા લગ્નની ઉજવણી કરે છે. આ વખતે પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

600થી વધુ ખેલાડીઓ લેશે ભાગ

માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં 600થી વધુ ખેલાડીઓ વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે પોરબંદર ખાતે ભવ્ય માધવપુર ઘેડ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે માધવપુર ઘેડ મેળામાં વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના 352 પુરુષો અને 272 મહિલાઓ મળીને કુલ 624 ખેલાડીઓ ભાગ લેશે. માધવપુરના રળિયામણા દરિયાકિનારે 5 A-સાઇડ બીચ ફૂટબૉલ, બીચ કબડ્ડી, અખાડા કુસ્તી, રસ્સાખેંચ, 80 અને 60 મીટર બીચ રન, કોકોનટ થ્રો જેવી રમતોની રંગત જામશે.

સ્પોર્ટ્સ વેન્યૂ સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ મળશે

બીચ ફૂટબૉલ અને બીચ કબડ્ડીની રમતોમાં સમગ્ર ગુજરાતના ખેલાડીઓ ભાગ લેશે જ્યારે અન્ય રમતોમાં સ્થાનિક ખેલાડીઓ તેમની પ્રતિભાનું પ્રદર્શન કરશે. ખેલાડીઓ માટે પોરબંદર અને જૂનાગઢ ખાતે અનુક્રમે નટવરસિંહજી ક્રિકેટ હોસ્ટેલ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ અને અન્ય સ્થાનિક જગ્યાએ રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, તેમને સ્પોર્ટ્સ વેન્યૂ સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ મળશે.

બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપી રહી છે ગુજરાત સરકાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે 18થી 21 માર્ચ દરમ્યાન સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે માધવપુર ઘેડ મેળામાં પણ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ખેલાડીઓને ખીલવાની તક મળવા જઈ રહી છે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવાની અને દરિયાકિનારાના સુંદર વાતાવરણમાં રમતોનો આનંદ માણવાની અનોખી તક પૂરી પડે છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here