LIVE : વિસાવદરમાં બાજી પલટાઈ, ગોપાલ ઈટાલિયા થયા પાછળ, જાણો કડીમાં શું છે સ્થિતિ | By Election Results for Gujarat’s Kadi Visavadar Announced

0
6

Bypoll Results 2025 Live: પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.

Kadi-Visavadar Election Resluts LIVE UPDATES :

પાંચમા રાઉન્ડમાં વિસાવદરમાં સતત ઉથલ-પાથલ

વિસાવદરમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપ 980 મતોથી આગળ 

વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપને 168881 વોટ મળ્યા

વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં પાંચમા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલિયાને 15901 વોટ મળ્યા

ચોથા રાઉન્ડમાં શું છે સ્થિતિ? 

કડીમાં ચોથા રાઉન્ડ બાદ પણ ભાજપને સતત લીડ, રાજેન્દ્ર ચાવડા 6811 વોટથી આગળ રહ્યા. જ્યારે વિસાવદરમાં પણ ભાજપે ચોથા રાઉન્ડમાં લીડ જાળવી રાખી.

ત્રીજા રાઉન્ડમાં ભાજપને મળી રાહત 

વિસાવદરમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપને રાહત સમાચાર મળ્યા છે. 

વિસાવદરમાં ત્રીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ 150 મતથી ગોપાલ ઇટાલિયાને માત આપી આગળ નીકળી ગયા છે. 

ત્રીજા રાઉન્ડમાં આપના ગોપાલ ઇટાલિયાન 150 મત પાછળ છે. 

બીજા રાઉન્ડના અંતે શું સ્થિતિ? 

બીજા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઈટાલિયને 7719 વોટ સાથે લીડ 

ભાજપના કિરીટ પટેલ 6788 વોટ સાથે બીજા ક્રમે 

જ્યારે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર ચાવડા 8232 વોટ સાથે બીજા રાઉન્ડમાં આગળ, કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા કરતા બમણી લીડ 

પ્રથમ રાઉન્ડના અંતે શું છે સ્થિતિ? 

પ્રથમ રાઉન્ડના અંતે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર 4233 વોટથી આગ, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા 2691 વોટ સાથે બીજા ક્રમે. જ્યારે વિસાવદરમાં પ્રથમ રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા 4042 વોટ સાથે આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના કિરીટ પટેલ 3097 વોટ સાથે બીજા ક્રમે છે. આ આંકડા ચૂંટણીપંચે જાહેર કર્યા હતા. 

કડીમાં મતગણતરી શરૂ 

ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ, પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 19 જૂને ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.

ગુજરાતની કડી અને વિસાવદર બેઠક પર યોજાઈ હતી પેટાચૂંટણી 

ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં અનુક્રમે 54.61 ટકા અને 54.49 ટકા મતદાન થયું હતું. આપના ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, કડી એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે જે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે રાજેન્દ્ર છાબડા, કોંગ્રેસે રમેશ છાબડા અને આપના જગદીશ છાબડાને ઉમેદવાર બનાવ્યા છે.

ગુજરાત સિવાય કઈ કઈ બેઠક પર પેટાચૂંટણી 

માહિતી અનુસાર ગુજરાતની કડી-વિસાવદર ઉપરાંત લુધિયાણા વેસ્ટ, કેરળની નીલાંબુર સીટ અને પ.બંગાળની કાલીગંજ  બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. ટૂંક સમયમાં જ આપણી સમક્ષ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.  

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here