LIC Policy Claim Unclaimed Amount: એલઆઈસી પોલીસી ભારતમાં લોકપ્રિય જીવન વીમા યોજના છે. ઘણી વખત લોકો એલઆઈસી પોલીસી લઇ ભૂલી જાય છે. એલઆઈસી પોલીસી પ્રીમિયમ વર્ષમાં 1 કે 2 વખત ભર્યું હોય ત્યારે આમ થવાની શક્યતા વધારે હોય છે. એલઆઈસી પોલીસી પ્રીમિયમ છેલ્લે ક્યારે ભર્યું હતું તે પણ યાદ નથી હોતું. કેટલીક વખત પોલીસી લેનાર વ્યક્તિની મૃત્યુ બાદ તેના વારસદારને પણ એલઆઈસી પોલીસી વિશે જાણકારી હોતી નથી. આવી સ્થિતિમાં એલઆઈસી પાસે અનક્લેમ્ડ ઈન્સ્યોરન્સ પોલીસીના પેસૈ જમા રહે છે. અહીં આવી અનક્લેમ્ડ એલઆઈસી પોલીસી માટે ક્લેમ કેવી રીતે કરવું તેના વિશે જાણકારી આપવામાં આવી છે.
એલઆઈસી પાસે અનક્લેમ્ડ પોલીસીના 880 કરોડ રૂપિયા
એલઆઈસી પાસે આવી અનક્લેમ્ડ પોલીસીના કરોડો રૂપિયા જમા છે. અનક્લેમ્ડ પોલીસી વિશે સરકારે જણાવ્યું કે, ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) પાસે નાણાકીય વર્ષ 2023-24માં 880.93 કરોડ રૂપિયાની પરિપક્વ રકમની અનક્લેમ્ડ એલઆઈસી પોલીસી છે. રાજ્ય નાણાં મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે, ચાલુ વર્ષે 372282 પોલીસીધારકોનએ પોતાનો મેચ્યોરિટી બેનેફિટ્સ મેળવ્યો નથી.
એલઆઈસી પોલીસી ની અનક્લેમ્ડ એમાઉન્ટ કેવી રીતે ચેક કરવી?
એલઆઈસી પોલીસીમાં જો કોઇ રકમ અનક્લેમ્ડ છે તો તેને ઓનલાઈન સરળતાથી ચેક કરી શકાય છે. તેની માટે તમારી પાસે આ જાણકારી હોવી જોઇએ.
- એલઆઈસી પોલીસી નંબર
- પોલીસીધારકનું નામ
- પોલીસીધારકની જન્મ તારીખ
- પોલીસીધારકનું પાનકાર્ડ
એલઆઈસી પોલીસી અનક્લેમ્ડ એમાઉન્ટ ચેક કરવાની રીત
- LIC ની સત્તાવાર વેબસાઇટ licindia.in પર જાઓ.
- કસ્ટમર સર્વિસ (Customer Service) પર ક્લિર કરો અને Unclaimed Amounts of Policy Holders પસંદ કરો.
- આવશ્યક માહિતી જેવી કે એલઆઈસી પોલીસી નંબર, નામ, જન્મ તારીખ અને પાન કાર્ડની વિગત દાખલ કરો.
- હવે સબમિટ (Submit) પર ક્લિક કરો. ત્યારબાદ એલઆઈસી પોલીસી વિશે જાણકારી સ્ક્રીન પર દેખાશે.
LIC પોલીસીની અનક્લેમ્ડ રકમનું શું કરે છે.?
જો કોઇ એલઆઈસી પોલીસી પરિપક્વ થયા બાદ 10 વર્ષ સુધી દાવો કરવામાં ન આવે એટલે કે અનક્લેમ્ડ રહે તો સીનિયર સિટીઝન વેલફેર ફંડ (Senior Citizen Welfare Fund)માં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ ફંડનો ઉપયોગ સીનિયર સિટીઝનની સેવા આપવા માટે થાય છે.
વીમા નિયામક IRDAI ના નિયમ મુજબ જો કોઇ પણ રકમ નિર્ધારિત તારીખ થી છ મહિના કે પરિપક્વ થવાની તારીખ પછી પણ અનક્લેમ્ડ રહે છે. તેને અનક્લેમ્ડ એકાઉન્ટની કેટેગરીમાં ખસેડવામાં આવે છે. એલઆઈસી ગ્રાહક પોતાની વીમા પોલીસી વિશે સમયાંતરે ચેક કરી શકે છે જેથી તેઓ મેચ્યોરિટી એમાઉન્ટ માટે સમયસર ક્લેમ કરી શકે છે.