વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના હનમતમાળ રેંજના કાર્યવિસ્તારમાં બોપી રાઉન્ડના જાગીરીમાં આવેલી આશ્રમ શાળા માર્ગ ઉપર દીપડાની અવાર જવર કરતા વિદ્યાર્થીઓએ 9મી ડિસેમ્બરના રોજ દીપડાને જોયો હતો. જેને લઈને આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવ
.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ઉત્તર વન વિભાગ હેઠળ આવેલ હનમતમાળ રેંજના કાર્યવિસ્તારમાં બોપી રાઉન્ડમાં આવેલ જાગીરી ગામમાં આશ્રમ શાળાના રોડ ઉપર 9મી ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓએ કદાવર દીપડાને જોયો હતો. કદાવર દીપડો આશ્રમ શાળા રોડ ઉપર લટાર મારતા જોઈને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ જાગીરી ગામના સરપંચને ઘટનાની જાણ થતાં તત્કાલિમ ગામના સરપંચે ઉત્તર વન વિભાગની હનમતમાળ રેંજના RFOને લેખિત જાણ કરવામાં આવી હતી. ઉત્તર વન વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક જાગીરી ગામમાં આવેલ આશ્રમશાળા અને આજુબાજુના વિસ્તારમાં વન વિભાગની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું. જ્યાં દીપડાની હાજરીના પુરાવાઓ મળી આવ્યા હતા. ઘટના અને DFO નિશા રાજના માર્ગદર્શન હેઠળ હનુમાતમાળ રેન્જના RFO પ્રતિભાબેન પટેલના નેતૃત્વમાં તપાસ હાથ ધરી દીપડાને જે વિસ્તારમાં જોવા.મળ્યો હતો ત્યાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજે કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાયો હોવાની ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી. વન વિભાગની ટીમને ઘટનાની જાણ થતા તાત્કાલિક દીપડાનો કબ્જો મેળવી પશુ ચિકિત્સક પાસે ચેક કરાવતા 2.5 વર્ષનો તંદુરસ્ત દિપડો હોવાનું જાણવા મળ્યું હતું.