Kutch: અબડાસામાં વાવાઝોડાની અસર વર્તાઈ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

0
12

  • જખૌ અને કોલીવાસના અનેક લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું
  • ભારે પવનને પગલે અનેક જગ્યાએ વીજ થાંભલાઓ થયા ધરાશાયી
  • તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

કચ્છના અબડાસામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. જખૌના કાંઠાવાળા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ત્યારે હાલમાં સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા જખૌમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજ થાંભલાઓ ધરાશાયી થયા

ત્યારે આ સાથે જ કોલીવાસના 150 લોકોનું પણ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તમમ 150 લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા છે, ત્યાં તેમના ખાવા-પીવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ત્યારે ભારે પવનના કારણે અનેક જગ્યાએ વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે.

કચ્છ જિલ્લાની તમામ સ્કુલોમાં આવતીકાલે રજા જાહેર

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની આગાહી પગલે આવતીકાલે કચ્છની તમામ સ્કુલો બંધ રાખવામાં આવશે. કારણ કે ભારે વરસાદના લીધે શાળામાં રજા આપવામાં આવી છે. જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ગ્રાન્ટેડ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે સાથે જ નોન ગ્રાન્ટેડ શાળામાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. વિદ્યાર્થીઓની સલામતી માટે તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં વાવાઝોડાની આગાહી, અસર દેખાવવાની શરૂ

તમને જણાવી દઈએ કે રાજ્યમાં બેથી ત્રણ દિવસ ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવે રાજ્યમાં વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે સાયક્લોનમાં પરિવર્તિત થશે અને સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ સર્જાયેલી આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી જાણકારી જાણકારી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. ત્યારે હાલમાં અબડાસામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

દરિયાકિનારા નજીકના વિસ્તારોમાં નાગરિકોને ના જવા માટે અપીલ

રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં આ વાવાઝોડું સર્જાશે, આગામી 24 કલાકમાં જ આ વાવાઝોડુ સર્જાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે તંત્ર તરફથી હાલમાં સાવચેતીના ભાગરૂપે દરિયાકિનારા નજીકના વિસ્તારોમાં નાગરિકોને ના જવા માટે અપીલ કરવામાં આવી છે. 

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here