સંખેડા તાલુકાના ખુનવાડ ગામે શનિવારે સાંજના સમયે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. ગામના વિવિધ વિસ્તારના 10 કરતા વધુ સ્થાનિક રહીશો પર કૂતરાએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
જેમાં વ્હોરવાડ ફ્ળિયામાં ચાર મહિનાની બાળકી પર હુમલો કરી પગમાં બચકા ભર્યા હતા. તેમજ એક વૃદ્ધાને માથામાં હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચાડતા તમામ લોકોને સંખેડા રેફ્રલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. જે પૈકી 4 મહિનાની બાળકીને તેમજ વૃદ્ધાને ગંભીર ઇજાઓ જણાઈ આવતા વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સંખેડાના ખુનવાડ ગામે શનિવારે સાંજના સમયે હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. આ કૂતરાએ ગામના વિવિધ ફ્ળિયા, શેરીઓ જેમાં પટેલ ફ્ળિયું, વ્હોરવાડ ફ્ળિયું, રબારી ફ્ળિયું તેમજ તડવીવાસના સ્થાનિક 10 કરતા વધુ રહીશો તેમજ પાલતુ પશુઓ ઉપર હુમલો કરી નાની મોટી ઇજા પહોંચાડી હતી. જે પૈકીના વ્હોરવાડ ફ્ળિયામાં ચાર મહિનાની બાળકીને પગમાં તેમજ ચંદાબેન અલીભાઈ નામની વૃદ્ધા ઉપર હુમલો કરી માથાના ભાગમાં ગંભીર ઇજા પહોચાડી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સંખેડા રેફ્રલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જ્યાં 4 મહિનાની બાળકીને પગના ભાગે તેમજ વૃદ્ધાને માથાના ભાગમાં ગંભીર ઇજા જણાઈ આવતા વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. કૂતરાના આતંકથી ભયભીત બનેલા ગામલોકો એકલદોકલ બહાર નીકળી શકતા નથી. ઘરમાં બાળકોને એકલા મૂકીને બહાર જવામાં મહિલા ગભરાઈ રહી છે.
ગામના લોકો હાથમાં લાકડીઓ લઇને ફ્રતાં જોવા મળ્યાં હતા. ગામલોકો દ્વારા હડકાયા કૂતરાના આતંકથી બચવા માટે સતર્કતા દાખવી રહ્યા છે. જેથી બીજીવાર હુમલાની ઘટના ન બને તે માટે તકેદારી જરૂરી છે.
શનિવારે મોડી સાંજે ગામમાં હડકાયા કૂતરાએ મચાવેલો આતંક
ખુનવાડ ગામના સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, ગત શનિવારના રોજ નમતાપોરે એક હડકાયું કૂતરું ગામમાં આવી ચડયું હતું. અને અને ગામના વિવિધ વિસ્તારોમાં રહેતા 15 થી 20 જેટલા લોકો પર હુમલો કર્યો હતો. જેઓને નાની મોટી ઇજાઓ થતાં સંખેડા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા. જે પૈકી 4 મહિનાની બાળકી તેમજ એક વૃદ્ધાને માથાના ભાગે ગંભીર ઇજાઓ જણાતા વધુ સારવાર અર્થે વડોદરા લઇ ગયા હતા.
[ad_1]
Source link