- અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે બાઈક રેલી
- મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા
- ધારાસભ્ય પંકજ દેસાઈની આગેવાનીમાં યોજાઈ બાઈક રેલી
ખેડા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શહેર અને ગ્રામ્ય એમ બે ઝોનમાં આ રેલી યોજાઈ હતી. નડિયાદ શહેરમાં યોજાનાર બાઈક રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા,આ બાઈક રેલી આજે સવારે 9 કલાકે નડિયાદ વિધાનસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય વિકેવિ રોડ નડિયાદ મુકામેથી નિકળી હતી,જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા.
દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં ભવ્ય રેલી
ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, સહિત મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ બાઈક રેલી ઉપરોક્ત સ્થળેથી નિકળી નક્કી કરેલા રૂટ પર અંદાજીત 6-7 કીમી ફરી હતી અને પારસ સર્કલ મુકામે સમાપ્ત થઈ હતી, લોકસાભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની આગેવાનીમાં પ્રચાર અર્થે આ બાઈક રેલી નિકળી હતી,નડિયાદ વિધાનસભાના 13 ગામડાઓ અને કણજરી નગરપાલિકા મળી કુલ 14 ગામડાઓને આવરી લઈને પણ દેવુસિંહ ચૌહાણની આગેવાનીમાં બાઈક રેલી નિકળી હતી. આમ નડિયાદ શહેર અને નડિયાદ રૂરલ એમ બે ભાગમાં બે બાઈક રેલી નિકળી હકી. જોકે મુખ્યમંત્રીએ માત્ર નડિયાદ શહેરમાં યોજાનાર બાઈક રેલીમાં હાજરી આપી હતી.
લીંબાયત અને ઉધનામાં પાટીલની ભવ્ય રેલી
આજે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે. સુરતના બે અલગ અલગ સ્થળ લિંબાયત અને ઉધના વિધાનસભા વિસ્તારમાં તેઓ આજે ભવ્ય બાઇક રેલી યોજી રહ્યાં છે. લિંબાયત સ્થિત નીલગીરી મેદાન ખાતે આ રેલીનું આયોજન કરાયું છે, જેમાં ચારેય વિધાનસભાના સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે. લિંબાયતમાં રેલી યોજ્યા બાદ સી.આર. પાટીલ ઉધના ખાતે ભવ્ય બાઇક રેલી યોજશે. અહીં પણ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પણ ભવ્ય બાઈક રેલી
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ આ રેલીમાં ભાજપના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા,વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ગોતાના સમ્યમેવ વિસ્ટાથી એવલોન કેસ્ટ બંગ્લોઝ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં ગોતાના કાઉન્સિલર કેતન પટેલ,સહકારી આગેવાન બિપિન પટેલ,ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી મયંક નાયક પણ હાજર રહ્યા હતા.