નડિયાદ રૂરલ પોલીસ મથકની હદમા આવેલા મંજીપુરામાં વિદેશ જવાનુ હોઈ વીઝા તથા જરૂરી ફાઈલ તૈયાર કરી આપવાના બહાને રૂ.11,25,000 પડાવી દેવા છતાં ફાઈલ, વીઝા ન થતાં ત્રણ ઈસમોએ ભેગા મળીને વિશ્વાસઘાત કરતા તેમની સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગે મળેલ માહિતી મુજબ નડિયાદ શહેરના મંજીપુરામાં રહેતા ચિરાગ કનુભાઈ પટેલ અને તેની પત્ની યુકે જવા માટે વર્ષ 2022 માં સારા એજન્ટની તપાસ કરતા હતા. જે વખતે લતાબેન જયસ્વાલે તેમની ઓળખાણમાં એક સારા એજન્ટ હોવાની વાત કરી હતી. જેને પગલે લતાબેનને તેમના ઘરે મળવા માટે બોલાવ્યા હતા.જેમાં લતાબેન જયસ્વાલ, તેમનો દીકરો અને આણંદનો નિરવ નરેશ પંડયાએ ત્રણેય જણા આવેલ હતા. ફાઈલ તૈયાર કરવાનુ શરૂ કરવાના રૂ. 15,000 તથા ફાઈલ ચાર્જ, વીઝા ફી તથા પરચુરણ ખર્ચના રૂ. 1,10,000 આપવાના રહેશે.જે રોકડા આપ્યા હતા. જે બાદ મેડીકલ ફીના રૂ.10,000 પણ રોકડા આપ્યા હતા.આ બાદ અન્ય ફી ભરવાની રહેશે. જે તૈયાર રાખવાનુ કહયુ હતુ. જે બાદ અલગ અલગ તારીખે અને સમયે અલગ રૂપીયા માંગ્યા હતા. જે આપ્યા હતા. અંદાજીત રૂ. 10 લાખ જેટલી રકમ આપ્યા બાદ તેઓએ તમારૂ કામ થઈ જાય પછી મળીશુ. જે બાદ રૂ. 90,000 આપવાના બાકી નીકળે છે. જે આપો એટલે તમારૂ કામ પુરુ એમ કહતા તે પણ રોકડા આપ્યા હતા.
આ બાદ લતાબેને તમારા બંન્નેનુ કન્ફરમેશન લેટર મળી જશે અને લંડનમાં નોકરીનુ પણ સેટીગ થઈ જશે તેવુ કહીને ત્યાંથી જતા રહયા હતા. એક માસ જેટલો સમય થવા છતાં જવાબ ન મળતા લતાબેનને ઘરે ગયા હતા. જયાં લતાબેને તેમનો દીકરો થોડા કામમાં હોઈ થોડો સમય આપવા જણાવ્યુ હતુ. ફરીથી લતાબેનના દીકરાને મળવા જતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી નિરવભાઈને ફોન કર્યો હતો. જેમાં નિરવભાઈએ ચિંતા કરશો નહીં તમારૂ કામ થઈ જશે તેવુ કહયુ હતુ. કામ ન થવાને કારણે ત્રણેયને ફોન કરતા ત્રણેય જણા સરખી વાત કરતા ન હતા. અલગ અલગ સમયે ત્રણેયને આપેલ રૂ.11,25,000 પરત આપશે કે અમારૂ કામ પુરુ કરી આપશે તેવા વિશ્વાસે બેસી રહયા હતા. ત્રણેય જણાએ લંડન જવા માટેના વીઝા તથા ફાઈલ તૈયાર કરી આપવાના પાકો ભરોસો અને વિશ્વાસ આપીને વિદેશ જવાની ફાઈલ તૈયાર ન કરી તથા વીઝા તૈયાર ન કરીને રૂ. 11,25,000 પરત નહી આપીને ત્રણેયે ઈસમોએ વિશ્વાસ ધાત કરેલ હોવા અંગે નડિયાદ રૂરલ પોલીસ મથકે ચિરાગ કનુભાઈ પટેલે ફરીયાદ આપી હતી. જેને પગલે નડિયાદ રૂરલ પોલીસે (1) લતાબેન મહેન્દ્વભાઈ જયસ્વાલ રહે. સંતરામનગર સોસાયટી, મંજીપુરા (2) કશીયથ મહેન્દ્વભાઈ જયસ્વાલ રહે.સંતરામનગર સોસાયટી, મંજીપુરા અને (3) નિરવ નરેશ પંડયા રહે. આણંદની સામે ગુનો નોંધીને અગળની તપાસ હાથ ધરી હતી.